ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં પુત્ર બન્યો હેવાન, 95 વર્ષીય પિતાને માર્યો માર - પોલીસે કરી ધરપકડ

વલસાડના મૂળી ગામના 95 વર્ષના વૃદ્ધને દીકરો માર મારતો અને ત્રાસ આપતો હોવાની ફરીયાદ રૂરલ પોલીસ મથકે નોંધાઇ છે. આથી પોલીસે આ નિષ્ઠુર પુત્રની ધરપકડ કરી છે.

વલસાડમાં પુત્ર બન્યો હેવાન, 95 વર્ષીય પિતાને માર્યો માર
વલસાડમાં પુત્ર બન્યો હેવાન, 95 વર્ષીય પિતાને માર્યો માર

By

Published : Jun 17, 2021, 10:49 PM IST

  • પિતાને મારનાર પુત્રની ધરપકડ
  • નિષ્ઠુર પુત્રએ પિતાને ઢસડ્યા
  • પૌત્રએ બનાવ્યો વીડિયો

વલસાડ: મૂળી ગામે રહેતા 95 વર્ષિય વૃદ્ધ પિતાને માર મારનાર પુત્રની પોલીસે કરી ધરપકડ કરી છે. દીકરો પિતાને માર મારતો અને ત્રાસ આપતો હોવાની ફરીયાદ વૃદ્ધના પૌત્રએ રૂરલ પોલીસ મથકમાં કરી હતી અને તેણે વીડિયો એવિડન્સ સાથે રૂરલ પોલિસ મથકે રજૂઆત કરી હતી. જે બાદ રૂરલ પોલીસે ફરિયાદ નોંધી નારધમ પુત્રની ધરપકડ કરી છે

નાનપણમાં જેણે આંગળી પકડી ચાલતા શીખવ્યું એ જ પિતાને માર્યો માર
જેણે હાથ આંગળી પકડીને જીવન જીવતા શીખવે છે પ્રથમ પગલું થી લઇ દરેક સંસ્કારના પાઠ ભણાવતા પિતાની સેવા કરવાની હોય તે ઉંમરે પુત્રએ સેવા કરવાની જગ્યાએ પિતાને ઢસડીને મારમારી ત્રાસ આપતો હતો. જો કે આ સમગ્ર બાબતને પૌત્રએ વીડિયો બનાવી પિતાને માર મારી રહેલા પુત્ર એવા કાકા સામે, ભત્રીજાએ ફરિયાદ નોંધાવી દીધી હતી.


પિતાને મારનાર પુત્રની કરાઇ ધરપકડ
વલસાડ રૂરલ પી.એસ.આઈએ ઈટીવી ભારતને જણાવ્યું કે મૂળી ગામે બનેલી ઘટનામાં પૌત્રએ 95 વર્ષીય વૃદ્ધને માર મારતા અને ઘસડીને લઇ જતો હોવાનો વીડિયો પુરાવા રૂપે રજુ કરી ત્રાસ ગુજારવામાં આવતો હોવાનો વીડિયો સાથે ફરિયાદ કરી હતી. આથી તાત્કાલિક આવા હેવાન પુત્રને ભાન કરાવવા માટે તેની ધરપકડ કરવામાં આવી છે. તેમજ તેની સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે વધુ તપાસ ચાલી રહી છે

ABOUT THE AUTHOR

...view details