વલસાડ: ચોમાસા દરમિયાન વલસાડ જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધું રહે છે. જેને કારણે જમીનમાં રહેતા વિવિધ પ્રજાતિના સાપ બહાર નીકળી આવતા હોય છે. આ સાપને વાપીની જાણીતી રેસ્ક્યુ ફાઉન્ડેશન નામની સંસ્થા રેસ્ક્યુ કરતી આવી છે.
વાપી GIDCમાં VKC ફૂટ પ્રિંટ ગ્લોબલ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીની બસનો સંચાલક મલ્હાર હરિયા પાર્ક ખાતે મહિલા સ્ટાફને બસમાં મુકવા જઈ રહ્યા હતા. ત્યારે VIA ચાર રસ્તા નજીક સાંજે 5 કલાકે ભરટ્રાફિકમાં એક ધામણ પ્રજાતિનો સાંપ અચાનક રોડ પર આવી બસમાં ભરાઈ ગયો હતો. જેેેનેે જોઈને લોકોમાં ગભરાટ ફેલાયો હતો. મહિલા સ્ટાફે બુમાબુમ કરી બસ સાઈડમાં રોકાવી બસમાં સાંપ ભરાઈ ગયાની માહિતી આપી હતી.
બે કલાકની મહેનત બાદ રેસ્ક્યુ ટીમે સાપને બહાર કાઢ્યો હાલમાં ચોમાસાની સિઝન શરૂ થતાં જ વિવિધ પ્રજાતિના સાપ જમીનમાંથી બહાર નીકળી રહ્યા છે. આવો જ એક ધામણ પ્રજાતિનો સાપ વાપીમાં આવેલી એક કંપનીની બસમાં ઘુસી ગયો હતો. જેને બે કલાકની મહેનત બાદ રેસ્ક્યુ ટીમે સાપને બહાર કાઢ્યો હતો.
બે કલાકની મહેનત બાદ રેસ્ક્યુ ટીમે સાપને બહાર કાઢ્યો બસ ડ્રાઇવરે બસમાં સાપ હોવાની જાણ થતા સાપને તેમજ પ્રવાસીઓને બચાવવા માટે બસ રોકી રેસ્ક્યુ ફાઉન્ડેશનના વર્ધમાન શાહને જાણ કરી હતી. જે બાદ મુકેશ ઉપાધ્યાય સાથે મળીને 2 કલાકની મહેનતથી સાંપને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં ચોમાસા દરમિયાન વિવિધ પ્રજાતિના સાપ જમીન બહાર નીકળવાના બનાવો બનતા હોય છે. જેમાં ક્યારેક ઝેરી સાપ કરડવાથી મૃત્યુના કિસ્સા પણ સામે આવે છે. જો કે, મોટાભાગે બીન ઝેરી સાપ વધુ પ્રમાણમાં નીકળતા હોય છે. જે તમામને રેસ્ક્યુ ટીમ સહિ-સલામત રેસ્ક્યુ કરી જંગલમાં છોડતી હોય છે