- વલસાડમાં રેગો અને પિચકારી વેચતા વેપારીઓ ચિંતામાં
- રંગ અને પિચકારીની ખરીદી કરવા આવતા ગ્રાહકો ઘટ્યા
- સરકારે જાહેરમાં ધૂળેટી રમવા પર લગાવ્યો છે પ્રતિબંધ
આ પણ વાંચોઃરાજકોટમાં રાજ્ય સરકારના હોળી અંગેના નિર્ણયને લઇને વેપારીમાં રોષ
વલસાડઃ એક તરફ ધૂળેટીને હવે ગણતરીના દિવસો બાકી છે તો બીજી તરફ રંગો અને પિચકારી વેચતા વેપારીઓમાં ચિંતાનો માહોલ છે. કારણ કે સરકારે જાહેરમાં ધૂળેટી રમવા પર પ્રતિબંધ મુકતા અને કોરોનાના ડરના કારણે લોકો બજારમાં ખરીદી કરવા આવતા જ નથી. આથી વેપારીઓને રોવાનો વારો આવ્યો છે. કેટલાક વેપારીઓ દુકાન ભાડા વધારે હોવાના કારણે વેપાર બંધ કરી દીધો છે.
વલસાડમાં રેગો અને પિચકારી વેચતા વેપારીઓ ચિંતામાં આ પણ વાંચોઃહોળીના તહેવારમાં કલરથી રમવા પર પ્રતિબંધ: નીતિન પટેલ
વેપારીઓએ એક મહિના પહેલા પિચકારીનો ઓર્ડર આપ્યો, પરંતુ સરકારે ધૂળેટી પર પ્રતિબંધ મુક્યો
હોળીના તહેવારને ધ્યાને લઈને રંગ અને પિચકારીનો વેપાર કરનારા વેપારીઓ દ્વારા એક મહિના અગાઉથી આ તમામ તૈયારીઓ કરવામાં આવે છે અને પ્લાસ્ટિકની કંપનીઓમાં દ્વારા એક મહિના અગાઉથી ઓર્ડર આપી તમામ પિચકારીઓ માટે નાણાં ચૂકવવામાં આવતા હોય છે ત્યારે આ વખતે હોળીનો તહેવાર વેપારીઓ માટે ખૂબ સારો જશે એવી આશા સાથે વેપારીઓએ નાણાનું રોકાણ કરી પિચકારીઓ ખરીદી પરંતુ સરકારના પરિપત્ર તેઓને રાતા પાણીએ રડાવ્યા છે.
રંગ અને પિચકારીની ખરીદી કરવા આવતા ગ્રાહકો ઘટ્યા કોરોના કાળમાં આર્થિક મંદી આવતા કેટલાક વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ કરી દીધા છે વલસાડ શહેરના મુખ્ય બજાર એવા એમ. જી. રોડ અને ખત્રીવાડ વિસ્તારમાં અનેક દુકાનો ભાડે લઈ ધંધો રોજગાર રડતા અનેક વેપારીઓ આ વર્ષે ભાડામાં વધારો થવાને કારણે પોતાનો ધંધો રોજગાર બંધ કરી દીધો છે. આ સાથે જ ઉપરથી સરકારના કેટલાક પરિપત્રો અને નીતિ-નિયમોને કારણે તેઓની હાલત કફોડી બની ગઈ છે, જેના કારણે પોતાનો ધંધો હાલ બંધ કરી દીધો છે તો કેટલાક લોકોએ ખરીદી કર્યા બાદ હવે તેઓ રોકેલા નાણા લીધેલા સામાનમાં ફસાઈ ગયા છે.