ગુજરાત

gujarat

ETV Bharat / state

પારડી પોલીસ મથકે પાલિકાના સહયોગથી સેનીટાઈઝ બોક્સ મુકાયું - ગુજરાતમાં કોરોના

વલસાડ જિલ્લામાં પણ કોરોના જેવી મહામારીથી બચવા માટે દરેક સરકારી કચેરીઓમાં વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જેમાં પોલીસ મથકો પણ બાકી નથી એટલે પારડી શહેરમાં આવેલા પોલીસ મથક ખાતે નગરપાલિકાના સહયોગથી તેને સેનેટાઇઝર બોક્સ મૂકવામાં આવ્યું હતું.

sanitary box
sanitary box

By

Published : Apr 22, 2020, 9:03 AM IST

વલસાડઃ વિશ્વવ્યાપી મહામારી કોરોનાથી સમગ્ર વિશ્વ ત્રસ્ત બન્યું છે, ત્યારે વલસાડ જિલ્લામાં પણ કોરોના જેવી મહામારીથી બચવા માટે દરેક સરકારી કચેરીઓમાં વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જેમાં પોલીસ મથકો પણ બાકી નથી. વલસાડ જિલ્લાના પારડી શહેરમાં આવેલા પોલીસ મથક ખાતે બુધવારે નગરપાલિકાના સહયોગથી સેનેટાઇઝર બોક્સ મૂકવામાં આવ્યું છે, જેથી અહીં આવનારા તમામ લોકોએ બોક્સની અંદર થી સેનેટાઇઝ થઈને પસાર થવું પડશે.

વૈશ્વિક મહામારી કોરોનાને લઈને દરેક જગ્યાએ પૂરતી તકેદારી રાખવામાં આવી છે. જેમાં વલસાડ જિલ્લાના પોલીસ મથકો પણ બાકાત રહ્યા નથી પોલીસ મથકમાં આવનાર તમામ લોકો માટે સેનેટાઈઝરનો વિશેષ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તો સાથે સાથે મહત્વનું ન હોય અને માત્ર અરજી કરનારાઓ લોકો અહીં આવતા હોય તો તેવા ઓ માટે અગાઉથી જ અરજીનું એક બોક્સ એટલે કે ડ્રોપ બોક્સ દરેક પોલીસ મથકની બહાર મુકી દેવાયો છે. જેથી બહારના કોઈ પણ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં પ્રવેશ કરતા આ બોક્સની અંદર જ તેમની અરજી કે ફરિયાદ મૂકી શકશે. તેમ છતાં પણ જો કોઈ પોલીસ સ્ટેશનમાં પ્રવેશ કરવા માગતા હોય તો આવા લોકો માટે સેનેટાઇઝર બોક્સ બનાવીને પોલીસ સ્ટેશનના આંગણે મૂકવામાં આવ્યું છે. જેથી કરીને આવનારા કોઈપણ વ્યક્તિ આ બોક્સની અંદરથી પ્રવેશતા સેનીટાઇઝ થઈ જાય અને પોલીસ મથકમાં પ્રવેશી શકે.

ઉલ્લેખનીય છે કે, આ બોક્સ બનાવવા માટે પારડીના એક સ્થાનિક ઇજનેર દ્વારા સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કોઈ પણ વ્યક્તિ આ બોક્સમાં પ્રવેશે કે તુરંત જ તેની અંદર મૂકવામાં આવેલા ફુવારાઓ શરૂ થઈ જાય છે અને બોક્સમાં પ્રવેશમાં વ્યક્તિ પર સેનેટાઇઝર સ્પ્રેનો છંટકાવ થાય છે.

ABOUT THE AUTHOR

...view details