- 1500 મીટર દોડમાં પ્રથમ આવેલા સુનિલ કામળીનું સન્માન કરાયું
- જય બજરંગ બલી સ્પોર્ટ્સ એકેડમી દ્વારા રોકડ ઇનામ આપી સન્માન
- દિવ્યાંગ યુવક અને પેરાલિમ્પિકમાં ભાગ લેનાર યુવકને પણ સન્માનિત કરાયો
વલસાડ- કપરાડા તાલુકામાં રમત-ગમત ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડતા પ્રભાવશાળી રમતવીરોને પ્રોત્સાહન રૂપે પ્રથમવાર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ચેપા ગામનો દોડવીર સુનિલે ખેલ મહાકુંભમાં પ્રથમ રહીને કપરાડાનું નામ રોશન કર્યું હતું. તેમની સાથે કપરાડા વિસ્તારમાં અન્ય પ્રતિભાશાળી રમતવીરોનો પણ સન્માન કાર્યક્રમ આજે કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો હતો.
કપરાડા ખાતે ચેપા ગામના દોડવીર સહિત અનેક ખેલવીરનો યોજાયો સન્માન કાર્યક્રમ કપરાડા અને ધરમપુરમાં પ્રતિભાશાળી રમતવીરોની કમી નથી
વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર જેવા અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામોમાં પ્રતિભાશાળી રમતવીરોની કમી નથી, પરંતુ તેઓને યોગ્ય માર્ગદર્શન તેમજ યોગ્ય પ્લેટફોર્મ અને આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે આ રમતવીરોની પ્રતિભા દેશના લોકો સુધી પહોંચી શકતી નથી કે દેશના રમત ક્ષેત્રે આગળ વધી શકતી નથી. ત્યારે કપરાડા ખાતે આવેલી જય બજરંગ બલી સ્પોર્ટસ એકેડમી દ્વારા આવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શોધીને તેમના સન્માન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આવા તમામ પ્રતિભાશાળી યુવાનોને રોકડ પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કપરાડા ખાતે ચેપા ગામના દોડવીર સહિત અનેક ખેલવીરનો યોજાયો સન્માન કાર્યક્રમ કાર્યક્રમ દરમિયાન કોનું કોનું થયું સન્માન
કપરાડાના કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં ચેપા ગામે રહેતા સનિલ કામળી જેવો હિંમતનગર ખાતે યોજાયેલી 15મીટર રાજ્યકક્ષાની ખેલ મહાકુંભમાં પ્રથમ રહ્યા હતા, જ્યારે અંડર-11 માં જોસેફ સંગાથ જે 50 મીટર દોડમાં પ્રથમ ક્રમે રહ્યો હતો. કપરાડાના દિવ્યાંગ રમતમાં જયરામ બાતરી બેંગલોર ખાતે યોજાયેલી નેશનલ ગેમ્સમાં ઊંચી કૂદ અને લાંબી કુદ સ્પર્ધામાં અવ્વલ નંબરે રહ્યા હતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે રાજ્ય કક્ષામાં અમરેલી ખાતે યોજાયેલી સ્કૂલ ગેમમાં કબડ્ડીમાં ઉજ્જવળ દેખાવ કરનારાનું સન્માન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ અમદાવાદ ખાતે યોજાયેલી સ્પર્ધામાં ભૂમિ પટેલ જેમણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો, તેનું પણ આજે સાલ ઓઢાડી તેમજ રોકડ પુરસ્કાર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
કોના દ્વારા કેટલા રોકડ પુરસ્કાર આપી સન્માન કરાયું
જય બજરંગ બલી સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા 2100 રપિયા, જયરામ બાતરી દિવ્યાંગને જય બજરંગ બલી એકેડમી દ્વારા 1111 રૂપિયા, આર્મડ ફોર્સ ગ્રૂપ દ્વારા 5000 રૂપિયા જ્યારે માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા 1111 રૂપિયા, કેપિટલ બ્રધર્સ દ્વારા 1111 રૂપિયા તેમજ કપરાડાના સરપંચ દ્વારા હજાર રૂપિયા અને જિલ્લા પંચાયત સભ્યો દ્વારા એક હજાર રૂપિયા રોકડ ઇનામો પૂરા પાડવામાં આવ્યા હતા.
કપરાડા ખાતે ચેપા ગામના દોડવીર સહિત અનેક ખેલવીરનો યોજાયો સન્માન કાર્યક્રમ ખેલાડીઓનું રોકડ પુરસ્કાર આપીને સન્માન કરવામાં આવ્યું
આમ અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતાં અનેક ખેલાડીઓમાં પ્રતિભા રહેલી છે, પરંતુ યોગ્ય માર્ગદર્શન અને આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે આ યુવાનોની પ્રતિભા ખેલા મેદાન પર બહાર આવી શકતી નથી. જેના કારણે તેઓ પાછળ રહી જતાં હોય છે, ત્યારે વિવિધ સમાજ અને વિવિધ સંસ્થાઓના સહયોગથી આજે આ યુવાનોને પગભર કરવા તેમજ આર્થિક રીતે મદદરૂપ થવા માટે વિશેષ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સંસ્થાઓ દ્વારા તેમને રોકડ પુરસ્કાર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.