વલસાડ : જિલ્લાની કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ગુરુવારે કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કર્યુ હતું. જેમાં જિલ્લા કોંગ્રેસ અગ્રણીએ જિલ્લા વહીવટી તંત્ર પર આક્ષેપો કર્યા હતા.
વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઇ
જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ગુરુવારે કોંગ્રેસ કાર્યાલય ખાતે વિશેષ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના કોંગ્રેસ અગ્રણી ગૌરવ પંડ્યાએ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર ઉપર આક્ષેપો કર્યા હતા.
આ તકે તેઓએ તેમણે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ઓરેન્જ ઝોનની ગાઈડલાઈન મુજબ જે વ્યવસાયોને ખુલ્લા મૂકવા માટે પરવાનગી આપવામાં આવી છે. તે મુજબ વલસાડ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા કામગીરી કરાઇ નથી. જિલ્લા વહીવટી તંત્ર પોતાની રીતે જ કામગીરી કરી રહ્યું છે અને જેને કારણે સામાન્ય લોકોને મુશ્કેલીમાં મુકાવાનો વારો આવી રહ્યો છે. આ તકે તેેઓએ એમ પણ કહ્યું કે, કોંગ્રેસ સમિતિ શ્રમિકોને વતન જવા માટે ભાડાના પૈસા આપી રહી છે, પરંતુ તેમ કરતા તેઓને અટકાવવામાં આવ્યા છે અને કોંગ્રેસ દ્વારા સામે ચાલીને વહીવટીતંત્રને કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસ આ તમામ સમિતિઓના પૈસા ચૂકવશે, પરંતુ તે બાબતે પણ વહીવટી તંત્ર દ્વારા કોઈપણ કહેવાનું ટાળવામાં આવી રહ્યું છે.
આ વચ્ચે ગૌરાંગ પંડ્યાએ હેરાન પરેશાન થતા પોતાના વતન જતા શ્રમીકોની વેદના સમજવા માટે વહીવટી તંત્રની અપીલ કરી હતી અને જણાવ્યું છે કે, જો તેઓની વેદના સમજ્યા વગર મોકલવામાં આવશે તો વલસાડ જિલ્લાના ઉદ્યોગને મોટો ફટકો પડશે.