વલસાડ શહેરના મોંઘાભાઈ હોલ ખાતે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિરનો મુખ્ય હેતુ અન્યના જીવ બચાવી શકાય તે માટે અને લોકોમાં રોડ સેફટી અંગે જાગૃતતા આવે એવા હેતુસર આ આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, વલસાડ જિલ્લા પોલીસના દરેક વિભાગના કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું.
વલસાડમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન કરાયું - valsad Blood Donation Camp latest news
વલસાડ: જિલ્લામાં તા. 11 થી 17 જાન્યુઆરી દરમ્યાન રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લા પોલીસ દ્વારા વલસાડના મોંઘાભાઈ દેસાઈ હોલમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા એસ.પી એ પણ રક્તદાન કરી અન્ય લોકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
વલસાડ
ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓ સહિત મહિલાઓ પણ ઉત્સાહભેર આ રક્તદાન શિબિરમાં જોડાઈ હતી. આ પ્રસંગે વલસાડ જિલ્લા એસ.પી સુનિલ જોશી દ્વારા પણ રક્તદાન કરીને તેમના તમામ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા. તેમજ બપોર સુધીમાં 95 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.