વલસાડઃ ઉત્તરપ્રદેશના મેજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નાબાલિક તરુણીને પ્રેમઝાળમાં ફસાવી 22 વર્ષીય યુવક વાપીમાં લાવ્યો હતો. વાપીમાં કામ નહીં મળતા યુવકે તરુણીને વાપી નજીક બલિઠા ગામની હદમાં એક સુમસામ વિસ્તારમાં મોતને ઘાટ ઉતારી પરત યુપી નાસી ગયો હતો. જ્યાં યુપી પોલીસે તેને દબોચી લીધો હતો.
યુપીના યુવકે નાબાલિક તરુણીની વાપીમાં હત્યા કરી, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
યુપીમાંથી યુવતીને ભગાડી લાવી વલસાડ જિલ્લાના વાપીમાં મોતને ઘાટ ઉતારી દેનારા હત્યારાને યુપી પોલીસે દબોચી લીધો હતો. ત્યારબાદ તપાસનો રેલો વાપી સુધી પહોંચતા અરેરાટી ફેલાઈ છે. સમગ્ર ઘટના અંગે મળેલી પ્રાથમિક વિગતોમાં ઉત્તરપ્રદેશના મેજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નાબાલિક તરુણીને પ્રેમઝાળમાં ફસાવી 22 વર્ષીય યુવક વાપી લાવ્યો હતો.
વાપીમાં યુવકે યુપીથી ભગાડી લાવેલી નાબાલિક તરુણીની કરી હત્યા
પોલીસે તેને તરુણી અંગે પૂછતાં તેણે વાપીમાં મોતને ઘાટ ઉતારી દીધી હોવાની કેફિયત રજૂ કરી હતી. જે આધારે વાપી ટાઉન પોલીસે યુવતીના મૃતદેહને કાદવ કિચડમાંથી કબજે કરી પેનલ પોસ્ટ મોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી હતી.
આ સમગ્ર ઘટનાને લઈ વાપી પંથકમાં ચકચાર મચી ગઇ છે. હત્યારા યુવકે ગત 27મી સપ્ટેમ્બરે યુપીથી તરુણીને બહેલાવી ફોસલાવી વાપી લાવ્યો હતો. જે બાદ વાપીમાં 30મી સપ્ટેમ્બરે બલિઠા નજીક અવાવરું જગ્યાએ લઈ જઈ ગળું દબાવી હત્યા કરી નાખી હતી.
Last Updated : Oct 11, 2020, 9:37 PM IST