વાપીમાં રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 12 વર્ષથી મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત 31 જુલાઇના રોજ રાજસ્થાન ભવન ખાતે યોજાયેલા રક્તદાન અને નેત્ર ચકાસણી કેમ્પનું મુખ્ય આયોજક એવા બી. કે. દાયમાએ જણાવ્યું હતું કે, તેમના પત્નિ સ્વ. મંજુ દાયમાં વાપીમાં રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયા હતાં અને એક સમાજ સેવિકા તરીકે સરાહનિય કાર્યો કર્યા હતાં. તેઓ વાપી નગરપાલિકાના પૂર્વ નગરસેવિકા પણ હતા તો, સમાજમાં અનેક રક્તદાન કેમ્પનું આયોજન કરી રક્તની ઘટ પુરવા હર હંમેશા તૈયાર રહેતા હતા. જેની યાદમાં દર વર્ષે તેની પૂણ્યતિથી નિમિત્તે આ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ 12મી પૂણ્યતિથી છે. ગત વર્ષે 400યુનિટ રક્ત એક્ત્ર કરાયું હતું,જ્યારે આ વખતે પણ વાપી, દમણ, પારડી, વલસાડ, સેલવાસના રક્તદાતાઓના સહયોગથી 400 યુનિટ રક્ત એક્ત્ર કરવાનો ઉદ્દેશ છે.
વાપીમાં સમાજ સેવિકા સ્વ.મંજુ દાયમાની 12મી પુણ્યતિથિ પર યોજાયો મેગા રક્તદાન કેમ્પ - રક્તદાન શિબિર
વલસાડ: વાપીમાં પ્રખર સમાજ સેવિકા અને પૂર્વ નગરસેવિકા સ્વ. મંજુ દાયમાની 12મી પૂણ્યતિથી નિમિત્તે મેગા રક્તદાન શિબિર અને નેત્ર ચકાસણી કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમા 400 યુનિટ જેટલું રક્ત એકત્ર કરવામાં આવ્યુ હતું.
સ્પોટ ફોટો
રકતએ માનવ જીવન માટે ખૂબજ અગત્ય ગણાય છે. અને ઇશ્વરની આ દેન કોઇ ફેક્ટરીમાં તૈયાર થતું નથી. માટે રક્તદાન કરવા લોકો વધુને વધુ પ્રેરાય અને અમુલ્ય માનવ જીંદગી બચાવવામાં મદદરૂપ થાય તેવા શુભ હેતુથી સત્તત 12 વર્ષથી બી. કે. દાયમાં અને તેનો પરિવાર સ્વ. મંજુ દાયમાની પૂણ્યતિથીએ મહારક્તદાન સાથે મહાનેત્ર ચકાસણીના કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે. ત્યારે દાયમાં પરિવારની આ પહેલને સો સો સલામ.