- કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક મળી
- ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના મંત્રી ડૉક્ટર સંજુ દીક્ષિતની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
- ઉમેદવારોના નામ નક્કી કરવા કરાઈ ચર્ચા વલસાડ કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉમેદવારો નક્કી કરવા બેઠક યોજાઇ
વલસાડઃ આગામી 28 ફેબ્રુઆરીના રોજ યોજાવા જઈ રહેલી સ્થાનિક સ્વરાજની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો દ્વારા પોતપોતાના ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. જો કે, ભાજપ દ્વારા થોડા દિવસ પૂર્વે તેમના નક્કી કરાયેલા ઉમેદવારોની સેન્સ લેવામાં આવી ચૂકી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા હવે પોતાના ઉમેદવારો નક્કી કરવા માટે બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે પૈકી વલસાડ કોંગ્રેસ સમિતિ દ્વારા વલસાડના કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના મંત્રી વલસાડ જિલ્લા મહિલા કોંગ્રેસ પક્ષના પ્રભારી ડૉક્ટર સંજુ દીક્ષિતના અધ્યક્ષસ્થાને એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ તાલુકાની બેઠકો તેમજ જિલ્લા પંચાયતની 9 બેઠકો માટે કોંગ્રેસ તરફથી કોણ ચૂંટણી લડશે તે અંગેની ચર્ચાઓ કરી કેટલાક નામો નક્કી કરવામાં આવ્યા છે.
ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા આંદોલનનો સીધો ફાયદો કોંગ્રેસને થશે