ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટકરનો ફરી બફાટ: ઉદ્યોગપતિઓ જેમ વિકાસના કામમાં ફંડ આપો છો એવી રીતે ચૂંટણીમાં પણ આપો ફંડ - જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધારાસભ્ય અને આદિજાતિ વિકાસ રાજ્યપ્રધાન રમણલાલ પાટકર અનેકવાર પોતાના ભાષણમાં બફાટ કરી અર્થનું અનર્થ કરી નાખે છે. એવું જ કઈંક ફરી એકવાર રામ મંદિર સમર્પણ નિધિ કાર્યક્રમમાં કર્યું છે. સરીગામ GIDC માં ઉદ્યોગપતિઓ સાથે સમર્પણ નિધિના કાર્યક્રમમાં પાટકરે ઉદ્યોગકારોને જેમ રામ મંદિર માટે ફંડ આપવાના છો એવી જ રીતે આગામી જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ ફંડ આપવા જણાવ્યું હતું.

પાટકરનો ફરી બફાટપાટકરનો ફરી બફાટ
પાટકરનો ફરી બફાટ

By

Published : Jan 24, 2021, 8:59 AM IST

  • ઉદ્યોગકારોને કારણે આસપાસના વિસ્તારોમાં નુકસાન
  • CSR ફંડ હેઠળ ચૂંટણીમાં પણ પૈસા આપો
  • રામ મંદિર માટે અને સૈનિક સ્કૂલ માટે પણ પૈસા આપો

વલસાડ : સરીગામ GIDC માં સંઘના આગેવાનો અને ઉદ્યોગપતિઓ સાથે રામ મંદિર નિર્માણ સમર્પણ નિધિ અંગે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યપ્રધાન રમણ પાટકરે પોતાના વક્તવ્યમાં ઉદ્યોગકારોને જણાવ્યું હતું કે, રામ મંદિરમાં નિધિ આપવા સાથે સૈનિક શાળામાં પણ નિધિ આપવાની છે. આગામી ચૂંટણીમાં પણ ફંડ આપવા તૈયાર રહેવાનું છે.

પાટકરનો ફરી બફાટ: ઉદ્યોગપતિઓ જેમ વિકાસના કામમાં ફંડ આપો છો એવી રીતે ચૂંટણીમાં પણ આપો ફંડ

રમણ પાટકરનો બફાટ

વલસાડ જિલ્લાના સરીગામ ખાતે સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોલમાં આયોજિત રામ મંદિર નિર્માણ સમર્પણ નિધિ કાર્યક્રમમાં ઉમરગામના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના વન અને આદિજાતિ વિકાસ પ્રધાન રમણ પાટકર ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં તેણે ફરી એકવાર પોતાના વક્તવ્યમાં બફાટ કરી નાખ્યો હતો.

ચૂંટણી આવતી હોય તેમાં ફંડ આપવા પણ તૈયાર રહે

પોતાના વક્તવ્ય દરમ્યાન પાટકરે ઉદ્યોગકારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, સરકારે તમામ પ્રધાનો , ધારાસભ્ય, સાંસદને પણ આ નિધિમાં રાશી આપવાનો આદેશ આપ્યો છે. જે અંતર્ગત પોતે પણ 1 લાખની નિધિ જમા કરાવી છે. સરીગામના ઉદ્યોગપતિઓ પણ પોતાના તરફથી યોગદાન આપે ઉદ્યોગકારો રામ મંદિરમાં તો નિધિ આપે સાથે સાથે સૈનિક સ્કૂલમાં પણ દાન આપે એ બાદ આગામી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી આવતી હોય તેમાં ફંડ આપવા પણ તૈયાર રહે.

વિકાસના કામમાં રકમ આપે છે

પાટકરે પોતાના બફાટમાં જણાવ્યું હતું કે, જ્યાં ઉદ્યોગો હોય ત્યાં આસપાસના વિસ્તારમાં નુકસાન પણ થાય છે. જે માટે સરકારે CSR ફંડ હેઠળ ઉદ્યોગોની આવકનો કેટલોક હિસ્સો સમાજ સેવાના કાર્યમાં પણ વાપરવો એવો આદેશ કર્યો છે. ઉદ્યોગકારો આવા વિકાસના કામોમાં તે રકમ આપતા આવ્યા છે. ત્યારે ચૂંટણીમાં પણ આવી રકમ આપી શકે છે.

ABOUT THE AUTHOR

...view details