- ડુંગરી અને ટીઘરા ગામમાં એક અઠવાડિયાથી દીપડાના ડરનો માહોલ
- સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો
- મહિલાઓ રાત્રી દરમિયાન બહાર નીકળવાનું ટાળી રહ્યા હતા
વલસાડ :પારડી તાલુકાના ડુંગરી અને ટીઘરા ગામમાં છેલ્લા એક અઠવાડિયાથી કદાવર દીપડાએ ડરનો માહોલ ઊભો કર્યો હતો. જેને લઇને રાત્રિ દરમિયાન મહિલાઓ અંધકારમાં બહાર નીકળવાનું પણ ટાળી રહી હતી. છેલ્લા એક અઠવાડિયામાં ગાય અને વાછરડાને મારવાની ઘટનાઓ સામે આવી હતી. જેને લઇને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ અંગે સામાજીક વનીકરણ વિભાગને જાણકારી આપવામાં આવી હતી.
ટીઘરા ગામે દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા
લોકોમાં ભયનો માહોલ જોતા સામાજિક વનીકરણ વિભાગના અધિકારી અને પારડી જંગલ ખાતાના અધિકારીઓની ટીમ દ્વારા પ્રથમ ડુંગરી ગામે અને ત્યારબાદ ટીઘરા ગામે દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા હતાં.
આ પણ વાંચો : તાજપોરમાં દીપડાએ વાછરડાંનો શિકાર કરતાં ગ્રામજનોમાં દહેશત