ધરમપુરના વિલ્સન હિલ તરફ જતા માર્ગ ઉપર આવેલ આવધાં ઘાટ નજીક બનેલા સપ્તશૃંગી મંદિરથી સતત 14માં વર્ષે મહારાષ્ટ્રના દહાણુ ખાતે જવા માટે રવાના થયા હતા. 5 દિવસ બાદ તેઓ મહાલક્ષ્મી મંદિરે પોંહચશે અંદાજીત 150 કિમી સુધીની પદયાત્રામાં લોકો જય માતાજીના નાદ સાથે જોડાયા હતા. પદયાત્રામાં જોડાયેલા માઈ ભક્તોનું કેહવું છે કે, તેમની અનેક બાધાઓ આખડીઓ પૂર્ણ થતાં તેઓ આ પદયાત્રામાં ત્રિશૂળ, પાલખી માથે તુલસી ચપ્પલ વિના પદયાત્રા કરે છે.
ધરમપુરથી સતત 14માં વર્ષે નીકળી માતાજીની પાલખી પદયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા - Wilson Hill of Dharampur
વલસાડ: શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી. ધરમપુર તાલુકાના આવધા ઘાટ ઉપર આવેલા સપ્તશૃંગી માતાના મંદિરેથી મહારાષ્ટ્રના દહાણુ ખાતે આવેલા મહાલક્ષ્મી મંદિર સુધી પાલખી પદ યાત્રા છેલ્લા 13 વર્ષથી આયોજિત કરવામાં આવે છે. જેને અનુલક્ષી આ વર્ષે પણ આદિવાસી સમાજના લોકો પદયાત્રામાં જોડાઈ મહાલક્ષ્મી જવા માટે રવાના થયા હતા.
ધરમપુરથી સતત 14માં વર્ષે નીકળી માતાજીની પાલખી પદયાત્રા મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા
આદિવાસી સમાજના લોકોમાં એવી માન્યતા પણ છે કે, પદયાત્રા કરવાથી તેઓના ખેતરોમાં વિપુલ ધનધાન્ય પાકે છે અને સુખ સમૃધ્ધિમાં વધારો થાય છે. નોંધનીય છે કે, હાલમાં માતાજીના શાકંભરી નવરાત્રી પણ ચાલી રહી છે. જેને પગલે માતાજીની આ પદયાત્રાનું મહત્વ અનેક ઘણું વધી જતું હોય છે.