- મહેકમના અભાવે સરકારી કામો ચડી રહ્યા છે ટલ્લે
- તાલુકા પંચાયત કચેરીમાં માત્ર આંગળીને વેઢે ગણાય એટલા જ વ્યક્તિઓ
- આવક, જાતિના દાખલા લેવા લોકોની પડાપડી
- દાખલા કઢાવવા માટે લોકો ભારે ભીડ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
વલસાડ : કપરાડા તાલુકાના 98 જેટલા ગામોમાં રહેતા વાલીઓ માટે હાલ આવક જાતિના દાખલો કાઢવો એ જાણે મહા મુસીબતનું કામ થઈ ગયું છે. છેલ્લા બે-ત્રણ દિવસથી કપરાડા તાલુકા પંચાયત કચેરીએ આવક જાતિના દાખલા મેળવવા આવવા ભારે ભીડ જામી છે. જ્યાં કોરોનાનો કોઈ ડર રહ્યો નથી. જો અહીં કોઈ કોરોના પોઝિટિવ હોય તો અનેક લોકોને તેનો ચેપ લાગેએ વાત નક્કી છે, પરંતુ એની દરકાર રાખે કોણ અહીં ના કોઈ, કોઈને કહેવા વાળું છે કે ન કોઈ સાંભળવા વાળું.
કપરાડા તાલુકા પંચાયત કચેરીએ આવક અને જાતિના દાખલા લેવા લોકોની ભારે ભીડ આ પણ વાંચો : ડીસાની DNP આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
ધરમપુરથી કપરાડા તાલુકા પંચાયત અલગ પડી છે, ત્યારથી જ મહેકમ ઓછું
કપરાડા તાલુકા પંચાયત જ્યારથી ધરમપુરથી અલગ કરવામાં આવી છે, ત્યારથી જે મહેકમ નક્કી કરવામાં આવ્યા હતા એ જ મહેકમ બે ક્લાર્ક, એક TDO એક પટાવાળો સહિતનું મહેકમ છે, પરંતુ તેમાં કોઈ વધારો ન થતા મહેકમ ઓછું થવાને કારણે કોઈ પણ કામ ટલ્લે ચડી જાય છે અને અહીં સરકારી કામકાજ માટે આવનારા લોકોને માત્ર ધક્કા ખાવા સિવાય બીજો કોઈ ઉપાય રહેતો નથી.
કપરાડા તાલુકા પંચાયત કચેરીએ આવક અને જાતિના દાખલા લેવા લોકોની ભારે ભીડ આ પણ વાંચો : કોરોનાની પ્રથમ લહેરથી જ ભાવનગરની શાક માર્કેટમાં નિયમના ધજાગરા
આવક, જાતિના દાખલા માટે માત્ર બે જ વ્યક્તિ ઓ કરી રહ્યા છે કામ
આવક, જાતિના દાખલા માટે પણ માત્ર પંચાયત વિભાગમાં બે વ્યક્તિ કામગીરી કરે છે. જેના કારણે લોકોની ભારે ભીડ જામી રહી છે. એક સાથે 50થી વધુ લોકો તાલુકા પંચાયત કચેરીના પરિસરમાં ટોળે વળી દાખલા લેવા ઉભા રહેલા જોવા મળી રહ્યા છે. અહીં કોઈને કોરોનાનો ડર નથી, ત્યારે કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. જાહેરનામાંનો છડે ચોક ભંગ થઈ રહ્યો જોવા મળી રહ્યો છે, પરંતુ અહીં કોઈ અધિકારીને કાઈ પડી નથી.
કપરાડા તાલુકા પંચાયત કચેરીએ આવક અને જાતિના દાખલા લેવા લોકોની ભારે ભીડ