ગુજરાત

gujarat

ETV Bharat / state

રાતા ગામે રામેશ્વર મંદિરે કોરોનાના કહેર વચ્ચે જયાપાર્વતીના વ્રતની પૂજા માટે ભીડ ઉમટી

વલસાડ જિલ્લાના રાતા ગામે આવેલા રામેશ્વર મહાદેવના મંદિરે શુક્રવારથી શરૂ થયેલા જયા પાર્વતીના વ્રતને અનુલક્ષીને મોટી સંખ્યામાં યુવતીઓ પૂજા કરવા માટે ઉમટી હતી. જ્યાં એક પણ યુવતીઓએ માસ્ક પહેર્યા ન હતા તો સાથે સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો હતો.

રાતા ગામે રામેશ્વર મંદિરે કોરોનાના કહેર વચ્ચે જયા-પાર્વતીના વ્રતની પૂજા માટે ઉમટી ભારે ભીડ
રાતા ગામે રામેશ્વર મંદિરે કોરોનાના કહેર વચ્ચે જયા-પાર્વતીના વ્રતની પૂજા માટે ઉમટી ભારે ભીડ

By

Published : Jul 3, 2020, 9:59 PM IST

વલસાડઃ જિલ્લાના રાતા ગામે વર્ષો જૂના આવેલા રામેશ્વર મહાદેવ મંદિરે શુક્રવારથી શરૂ થયેલા જયા પાર્વતીના વ્રત નિમિત્તે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં યુવતીઓ ભગવાન મહાદેવની પૂજા કરવા માટે પહોંચી હતી. પરંતુ કોરોના કહેર વચ્ચે જ્યાં કલેક્ટરના જાહેરનામાના અનુસાર દરેકે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત પણે પાલન કરવાનું હોય છે. ત્યારે યુવતીઓએ કોઈપણ પ્રકારનું પાલન કર્યું નહોતું, તો સાથે અહીં પૂજા કરવા માટે આવેલા ગોર મહારાજે પણ આ સમગ્ર બાબતે ધ્યાન આપ્યું ન હતું અને પોતાના મંત્રોચાર કરવામાં વ્યસ્ત રહ્યા હતા. મંદિરમાં ભીડ હોવાથી યુવતીઓ મંદિરના પરિસરમાં જ બેસી ગઈ હતી. તો કેટલીક યુવતીઓ મંદિરનાં પરિસરની બહાર નીચે ચોગાનમાં બેસીને પૂજા કરવાની ફરજ પડી હતી.

રાતા ગામે રામેશ્વર મંદિરે કોરોનાના કહેર વચ્ચે જયા-પાર્વતીના વ્રતની પૂજા માટે ઉમટી ભારે ભીડ

મહત્વનું છે કે રાતા ગામે આવેલા ભગવાન રામેશ્વર મહાદેવ મંદિર દરેક માટે ખુલ્લું રહે છે, તો સાથે-સાથે લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા જણાવવામાં આવી રહ્યું હતું. ત્યારે અહીં રસ્તામાં શુક્રવારે વહેલી સવારથી પૂજા કરવામાં આવી રહી હતી.

રામેશ્વર મંદિરે કોરોનાના કહેર વચ્ચે જયા-પાર્વતીના વ્રતની પૂજા માટે ઉમટી ભારે ભીડ

ABOUT THE AUTHOR

...view details