ગુજરાત

gujarat

ETV Bharat / state

બકરી ઈદની કુર્બાની માટે પુત્રની જેમ ઘરે જ તૈયાર કર્યો 130 કિલોનો બકરો - Festival of bakari Eid

બકરી ઈદના તહેવારમાં મુસ્લિમ બિરાદરીમાં કુર્બાનીનું ખૂબ મહત્વ છે. વાપીના એક મુસ્લિમ પરિવાર આ માટે વર્ષોથી પોતાના ઘરે જ આખું વર્ષ બકરાને પાળી પોષી મોટો કરે છે. આ પરિવાર ગુર્જરી નસલનો રાજસ્થાની બકરો પાળી તેની કુર્બાની આપશે. 130 કિલોના અને અઢી વર્ષના આ બકરાને પરિવારે બાળકની જેમ સાચવીને મોટો કર્યો છે. ઇદની કુર્બાની અંગે તેઓ જણાવે છે કે, કુર્બાની આપતી વખતે જેમાં પોતાના પણાની ભાવના ઉત્પન્ન થાય તેની યાદ કાયમ દિલમાં રહી જાય એ જ સાચી કુર્બાની છે.

બકરી ઈદની કુર્બાની માટે તૈયાર બકરો
બકરી ઈદની કુર્બાની માટે તૈયાર બકરો

By

Published : Jul 21, 2021, 9:13 AM IST

  • બકરી ઇદની કુર્બાની માટે ઘરે જ તૈયાર કર્યો બકરો
  • 130 કિલોના બકરાને રોજ વડના પાન, ઘઉં અને દૂધ પીવડાય
  • બકરાને એક વર્ષથી દીકરાની જેમ પાળ્યો

વલસાડ :વાપીમાં રહેતા ઉમર ફારૂક નામના મુસ્લિમ બિરાદરે તેમના ઘરે જ બકરી ઇદની કુર્બાની માટે 130 કિલોનો બકરો તૈયાર કર્યો છે. ઉમર ફારૂકનો પરિવાર વર્ષોથી આ રીતે પોતાના ઘરે જ સારી નસલના બકરા પાળે છે. તેઓને બકરા પાળવાનો શોખ છે. તેમની પાસે હિમાચલના વિલાયતી ઘેટાં સહિત UP, રાજસ્થાન અને ગુજરાતના સારી નસલના 25 ઘેટા-બકરા છે. જ્યારે બકરી ઇદની કુર્બાની માટે કુલ 8 બકરાને જાતે જ પાળીને મોટા કર્યા છે.

બકરી ઈદની કુર્બાની માટે તૈયાર બકરો

130 કિલોનો બકરો કુર્બાની માટે તૈયાર કરવામાં આવ્યો

દેખાવે તગડો લાગતો આ બકરો વાપીના ઉમર ફારૂક નામના મુસ્લિમ પરિવારનો છે. જેનું વજન 130 કિલો છે. જેને ખાસ કુર્બાની માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઇદમાં અપાતી કુર્બાની અને તે માટે પોતાના બાળકની જેમ બકરાને મોટો કરવા અંગે ઉમર ફારૂકે જણાવ્યું હતું કે, જેમાં પોતાનાપણાનો ભાવ હોય, જેની કુર્બાની હંમેશા દિલમાં રહી જાય એ જ સાચી કુર્બાની છે. એટલે તેમનો પરિવાર વર્ષોથી આ રીતે પોતાના ઘરે જ બકરાને દીકરાની જેમ પાળીને મોટો કરે છે. આ વર્ષે કુર્બાની માટે તેઓએ ગુર્જરી નસલનો રાજસ્થાની બકરો પસંદ કર્યો છે.

બકરી ઈદની કુર્બાની માટે તૈયાર બકરો

આ પણ વાંચો : દેશભરમાં બકરી ઇદની ઉજવણી, જામા મસ્જિદમાં ઇદની નમાઝ અદા કરાઇ

બકરાની દીકરાની જેમ માવજત કરીને ઉંચી નસલનો બનાવ્યો

ઉમર ફારૂક અને તેમનો પરિવાર દર વર્ષે રાજસ્થાનના મેવાડ અને પંજાબથી કે ગુજરાતમાંથી કુર્બાની માટે ખાસ બકરા લાવે છે. એક વર્ષ આસપાસના આ બકરાઓને તે પોતાના ઘરે જ પાળે છે. આ બકરાને પણ એક વર્ષથી તેના દીકરાની જેમ માવજત કરીને ઉંચી નસલનો બનાવ્યો છે. દરરોજ તેને ખાવા માટે અઢી કેરેટ વડના પાન આપવામાં આવે છે. એ ઉપરાંત દોઢ કિલો જેટલા ઘઉં અને કેલ્શિયમયુક્ત ગાયનું દૂધ પીવડાવાય છે. બકરો જાણે પરિવારનો એક સભ્ય હોય તે રીતે ચારેય ભાઈઓ અને તેના બાળકો તેની સાર-સંભાળ કરે છે.

બકરી ઈદની કુર્બાની માટે તૈયાર બકરો

કુર્બાનીનો દિવસ દુઃખનો દિવસ હશે

ઉમર ફારૂકે જણાવ્યું હતું કે, ઇદ નિમિત્તે તેની કુર્બાની આપવામાં આવશે. ત્યારે આ દિવસ દુઃખનો દિવસ હશે. કેમ કે, આ બકરા સાથે લાગણીના સંબંધો બંધાયા છે. તેના એક અવાજે બકરો તેની પાસે આવી જાય છે. પરંતુ, કુર્બાનીનો મતલબ જ એ છે કે, જેમાં તમે કોઈ તમારા પોતાનાની કુર્બાની આપી હોય તેવો ભાવ કાયમ યાદ રૂપે મનમાં વસી જાય. આ સાથે જ કુર્બાનીનું સાચું મહત્વ પણ સમજાવ્યું હતું.

બકરી ઈદની કુર્બાની માટે તૈયાર બકરો

આ પણ વાંચો : ડીસામાં જૈન સમાજ દ્વારા અબોલ પશુઓના મોક્ષ માટે પ્રાર્થના કરાઈ

હિમાચલ પ્રદેશમાં જોવા મળતા ઘેટાંને પણ રાખ્યા છે

ઉમર ફારૂક અને તેનો પરિવાર બકરા પાળવાના શોખીન છે. તેઓ પાસે આવા 25 જેટલા બકરા છે. જેને પોતાના ફાર્મમાં જ રાખીને પાળી રહ્યા છે. તેઓે ક્યારેય તેનું વેચાણ કરતા નથી. આ વખતની કુર્બાની માટે તેમની પાસે બીજા 8 બકરા છે. હિમાચલ પ્રદેશમાં જોવા મળતા ઘેટાને પણ તેમણે તેમની પાસે રાખ્યો છે. તમામ ઘેટા-બકરાને ઉત્તમ ચારો આપવા ઉપરાંત દર મહિને વેક્સિન આપવામાં આવે છે. જેથી તેને કોઈ વાયરલ બિમારી થાય નહિ. આ વર્ષે તેઓ કોરોનાની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને બકરી ઇદની કુર્બાની સાથે ઉજવણી કરશે.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details