ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં કરવામાં આવી ફાયર મોકડ્રીલ - Fire Department Tim

વલસાડના કસ્તુરબા હોસ્પિટલ ખાતે આગ લાગી હોવાના મેસેજ ને લઈને ફાયરની ટીમ ઘટના સ્થળે પોહચી હતી પોલીસ તથા એમ્બ્યુલન્સ પણ ત્યાં પોહચી હતી બા માં આ સમગ્ર ઘટના મોકડ્રીલ હોવાનું જાણવા મળતા લોકો એ હાશકારો અનુભવ્યો હતો.

aag
વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં કરવામાં આવી ફાયર મોકડ્રીલ

By

Published : May 10, 2021, 10:49 AM IST

  • ફાયર અને વહીવટી તંત્ર સ્થળ ઉપર પોહોચ્યા બાદ મોકડ્રિલ હોવાનું બહાર આવ્યું
  • મોકડ્રિલ હોવાની જાણકારી મળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો
  • સતર્કતાના ભાગ રૂપે હોસ્પિટલમાં કરવામાં આવી મોકડ્રિલ

વલસાડ : જિલ્લામાં આવેલી અનેક હોસ્પિટલમાં ફાયર સુવિધા છે કે અહીં અને આગ લાગે તેવા સમયે ત્યાં નો સ્ટાફ તેને પોંહચી વાળવા સક્ષમ છે કે નહિ એ તમામ બાબતોની ચકાસણી માટે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શનિવારે વાપીની હોસ્પિટલ માં મોકડ્રિલ બાદ રવિવારે વલસાડ કસ્તુરબા હોસ્પિટલ ખાતે આગ લાગી હોવાના મેસેજ ને લઇ વહીવટી તંત્ર અને ફાયર વિભાગની ટિમ પોહચી હતી આગને કાબુમાં લેવા કવાયત હાથ ધરી હતી.

આગ પર મેળવાયો કાબું

વલસાડના ડિસ્પેન્સરી રોડ પર આવેલી કસ્તુરબા હોસ્પિટલમાં આગ લાગી હોવાની જાણ ફાયર પોલીસ અને એમ્બ્યુલન્સને કરવામાં આવી હતી. આગનો મેસેજ મળતા ફાયર અને પોલીસ સહિત એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક હોસ્પિટલમા પોહચી હતી અને આગને કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા. સમગ્ર મામલે હોસ્પિટલમાં બનતી આગની ઘટનાને લઈને વલસાડની કસ્તુરબા હોસ્પિટલ ખાતે આગના મોકડ્રિલ હોવાનું બહાર આવ્યું હતું જેને લઈને તમામ લોકો એ હાશકારો અનુભવ્યો હતો.

વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં કરવામાં આવી ફાયર મોકડ્રીલ

આ પણ વાંચો : વલસાડની લોટ્સ હોસ્પિટલમાં આગના મોક ડ્રિલ થી દોડધામ મચી


મુશ્કેલીના સમયમાં તંત્ર કેટલું તૈયાર


હોસ્પટલમાં આગની ઘટના તાજેતર માં અનેક સ્થળે જોવા મળી છે. આવી ઘટના બને ત્યારે ફાયર વિભાગ એમ્બ્યુલન્સ તેમજ વહીવટી તંત્ર કેટલું સતર્ક છે અને કેટલી કાળજી પૂર્વક કામગીરી કરે છે તે તમામ પ્રકાર ની જાણકારી માટે મોકડ્રિલ એ દરેક માટે ખુબ ઉપયોગી છે, જેથી આવા સમયે જો કોઈ ક્ષતિ હોય તો તેને સુધારો કરી ને ઘટનાના સમયે અનેક લોકો ને ઉગારી શકાય એમ છે. મોક ડ્રિલ એ ઘટના નું આબેહૂબ સ્વરૂપ છે.

ABOUT THE AUTHOR

...view details