વલસાડ: કપરાડા તાલુકાના વડખંભા ગામે શોર્ટ સર્કિટના કારણે જંગલમાં આગ લાગી હતી. જે આગે ગણતરીના કલાકોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ડુંગર ઉપર અચાનક લાગેલી આગને કારણે ધુમાડાના ગોટેગોટા આસપાસના વિસ્તારમાં ફેલાયા હતા. જેથી આસપાસના લોકો ભયભીત થયા હતા.
કપરાડા તાલુકાના વડખંભા ગામે આવેલા ડુંગરમાં આગ લાગી - કપરાડાના તાજા સમાચાર
કપરાડા તાલુકાના વડખંભા ગામે આવેલા ડુંગરમાં સ્પાર્કને કારણે ડુંગર ઉપર આવેલા વાંસના જંગલમાં આગ લાગી હતી. જેથી જંગલ વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.
કપરાડા તાલુકાના વડખંભા ગામે આવેલા ડુંગરમાં આગ
અચાનક લાગેલી આગને કારણે ડુંગરની અનેક વનસ્પતિઓ તેમજ વાંસના વૃક્ષોને નુકસાન પહોંચ્યું હતું. વિકરાળ બનેલી આગ પર કલાકોની જહેમત બાદ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ વડખંભાના ડુંગરમાં આગ લાગવાના બનાવો બન્યા છે.