ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપી GIDCની કંપનીમાં ભીષણ આગ, સંચાલકોની બેદરકારી પર પડદો નાખવાનો પ્રયાસ

વાપી જીઆઈડીસીના વલસાડ વિસ્તારમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યા બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. કોઈ જાનહાનિ નોંધાઈ નથી. Fire at Suprit Chemical Company, fire broke out in a chemical factory.

વાપી GIDCની કંપનીમાં ભીષણ આગ, સંચાલકોની બેદરકારી પર પડદો નાખવાનો પ્રયાસ
વાપી GIDCની કંપનીમાં ભીષણ આગ, સંચાલકોની બેદરકારી પર પડદો નાખવાનો પ્રયાસ

By

Published : Sep 16, 2022, 1:34 PM IST

Updated : Sep 16, 2022, 2:49 PM IST

વાપીજિલ્લાની GIDCમાં થર્ડ (Vapi GIDC) ફેઝમાં આવેલી સુપ્રિત કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ (Fire at Suprit Chemical Company) નામની કંપનીમાં શુક્રવારે સવારે અગમ્ય કારણોસર ભીષણ લાગી હતી. અહીં ફાયરના જવાનોએ (Vapi Nagar Palika Fire Team) 5 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ ફાયરના જવાનોએ સતત પાણીનો મારો ચલાવતા રસ્તા પર કેમિકલયુક્ત પાણીની નદીઓ વહેતી જોવા મળી હતી.

આગનું કારણ અકબંધ

ફાયરની ટીમે ચલાવ્યો પાણીનો મારો મળતી વિગતો મુજબ, આગની ઘટનામાં જાનહાની ટળી (Fire at Suprit Chemical Company) છે, પરંતુ ફાયરની ટીમે પાણીનો મારો ચલાવ્યો હતો. તેના કારણે મુખ્ય માર્ગો પર કલરયુક્ત પાણીની નદી વહી હતી. આગનો કૉલ આવતા વાપી નોટિફાઈડ, વાપી નગરપાલિકા ફાયરની ટીમ ઘટના સ્થળે (Vapi Nagar Palika Fire Team) પહોંચી હતી. પોલીસે સાવચેતીના ભાગરૂપે આસપાસનો વિસ્તાર કોર્ડન કરી દીધો હતો.

ભીષણ આગ

આગનું કારણ અકબંધ આ ઘટના અંગે કંપનીના મેનેજરે જણાવ્યું હતું કે, હાલ આ આગમાં મોટું નુકસાન થયું છે, પરંતુઆગ જ્યાં સુધી સંપૂર્ણપણે કાબૂમાં ન આવે ત્યાં સુધી આગ લાગવાના કારણો જાણી શકાય તેમ નથી.

ડિઝાસ્ટર કોલ જાહેર કરી આગ પર કાબૂ મેળવ્યોઆગની જાણકારી મળતાં વાપી મામલતદાર, ફેક્ટરી ઈન્સ્પેકટર, નોટિફાઈડ ચીફ ઓફિસર સહિત GPCBના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કેમિકલ કંપનીમાં આગ લાગી ત્યારે વરસાદ પણ વરસતો હતો. તેના કારણે કેમિકલ પાણીના સંપર્કમાં આવતા આગ વિકરાળ બની હતી.

રસ્તાઓ પર વહી કેમિકલની નદી

સ્થાનિક કંપનીઓના ફાયરની પણ મદદ લેવાઈ આ અંગે નોટિફાઇડ ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, આગ પર કાબૂ મેળવવા નોટિફાઇડ, પાલિકા ઉપરાંત દમણ-સેલવાસથી ફાયરને બોલાવી હતી. ડિઝાસ્ટર કોલ જાહેર કરી આગ પર કાબૂ મેળવવા સ્થાનિક કંપનીઓના ફાયરની પણ મદદ લેવામાં આવી હતી.

સંચાલકોની બેદરકારી પર પરદો પાડવાનો પ્રયાસજોકે, કંપનીમાં આગ લાગી તે દરમ્યાન કંપનીમાં વધારાનું પાણી CETPમાં કે STPમાં નાખી શકાય તેવી કોઈ સુવિધાઓ ન હોવાનું સામે આવ્યું હતું. કારણ કે, ફાયરે આગ બૂઝાવવા જ્યારે પાણી અને ફોમનો મારો ચલાવ્યો ત્યારે કંપનીમાં સ્ટોરેજ થયેલું કેમિકલ કલરયુક્ત પાણી કંપની પરિસર બહાર નીકળી મુખ્ય રસ્તાઓ પર અને વરસાદી ગટરોમાં વહ્યું હતું. GPCBએ તેના સેમ્પલ લીધા હતાં. જોકે, આ અંગે નોટિફાઇડ ઓફિસરે વરસાદને વેરી ગણાવી કંપની સંચાલકોની બેદરકારી પર પરદો પાડવાની પ્રયાસ કરી હતી.

કામદારોમાં અફરાતફરી મચીઉલ્લેખનીય છે કે, સુપ્રિત કેમિકલ કંપનીમાં આગ કઈ રીતે લાગી તેનું ચોક્કસ કારણ હજી (Fire at Suprit Chemical Company) સુધી જાણવા મળ્યું નથી, પરંતુ કામદારો પાસેથી મળેલી વિગતો મુજબ, કંપનીમાં સવારે અચાનક એક બ્લાસ્ટ જેવો અવાજ આવ્યો હતો. ત્યારબાદ આગ અને ધૂમાડાના ગોટા ઊઠ્યા હતાં અને કામદારોમાં અફરાતફરી મચી ગઈ હતી.

Last Updated : Sep 16, 2022, 2:49 PM IST

ABOUT THE AUTHOR

...view details