ગુજરાત

gujarat

ETV Bharat / state

નારગોલમાં વર્ષો જૂનું જર્જરિત મકાન ધરાશાયી, પાંચ લોકોનો આબાદ બચાવ - ઉમરગામ તાલુકો

હાલ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ ચાલી રહ્યો છે. ત્યારે વલસાડ જિલ્લાના દરેક તાલુકામાં વરસાદ નોંધાઈ રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત મકાન ધરાશાયી થવાના અનેક બનાવો પણ સામે આવી રહ્યા છે. ચોમાસાના વરસાદી માહોલ વચ્ચે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામે આવેલા ગાંધી માર્ગ પર એક જૂનવાણી મકાન ધરાશાયી થયું છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

નારગોલમાં વર્ષો જૂનું જર્જરિત મકાન ધરાશાયી
નારગોલમાં વર્ષો જૂનું જર્જરિત મકાન ધરાશાયી

By

Published : Sep 1, 2020, 4:47 PM IST

વલસાડઃ ચોમાસાના વરસાદી માહોલ વચ્ચે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામ ખાતે ગાંધી માર્ગ પર એક જુનવાણી મકાન ધરાશાઈ થયું હતું. જો કે, સદનસીબે મકાન જે બાજુના મકાન પર પડ્યું તેમાં વસવાટ કરતા 5 લોકોનો જીવ બચી ગયો હતો.

નારગોલમાં વર્ષો જૂનું જર્જરિત મકાન ધરાશાયી

આ પણ વાચો : -બનાસકાંઠાઃ ગઢ ગામમાં વરસાદના કારણે 3 મકાન ધરાશાયી

નારગોલ ગામમાં ચિંતન તન્ના વર્ષોથી લંડનમાં સ્થાઈ છે. ભારે વરસાદના પગલે ચિંતનભાઈનું જૂનું જર્જરિત ઘર ધરાશાયી થયુ હતું. આ મકાનનો કાટમાળ પાડોશમાં રહેતા જગદીશના મકાન પર પડ્યો હતો. જર્જરિત ઘરની દીવાલ પડતા તેમના ઘરના પરના પતરા અને દીવાલ તૂટી પડતા ભારે નુકસાન સાથે ઘર છત વિહોણું બન્યું હતું.

નારગોલમાં વર્ષો જૂનું જર્જરિત મકાન ધરાશાયી

આ પણ વાચો : -કડીના કસ્બામાં મકાન ધરાશાયી, ભાઈ-બહેન દટાયા, ભાઈનું મોત, બહેન સારવાર હેઠળ

આ ઘટના અંગે આસપાસના લોકોમાં ગભરાટનો માહોલ ઉભો થયો હતો. તેમજ આ અંગે સરપંચ અને તલાટીને જાણ કરતા તેઓએ પણ નુકસાન પામેલા ઘરની મુલાકાત લઈ પરિવારને સાંત્વના પાઠવી તેમને મળવાપાત્ર સરકારી સહાય અપાવવાની ખાતરી આપી હતી.

નારગોલમાં વર્ષો જૂનું જર્જરિત મકાન ધરાશાયી

ઉલ્લેખનીય છે કે, હાલ મકાનનું નુકસાન વહોરનારો પરિવાર નોંધારો બન્યો છે. વરસાદ ચાલુ હોવાને કારણે વરસાદી પાણી ઘરમાં ઘુસી જતા ઘરવખરીનો સામાન સહિત અન્ય સામગ્રીને પણ ભારે નુકસાન થયું છે.

આ પણ વાચો : -પાટણમાં વરસાદને પગલે ત્રણ માળનું મકાન ધરાશાયી

ABOUT THE AUTHOR

...view details