- મહાત્મા ગાંધીના જીવન ચરિત્ર અંગે ડિજિટલ પ્રદર્શનનો થશે પ્રારંભ
- ગાંધી મહાત્મા સુધીની સફરના તમામ પાસાઓ અને વિગતો માત્ર આંગળીના ટેરવે મળી રહેશે
- 21 મી સદીના ડિજિટલ યુગમાં ડિજિટલ પ્રદર્શન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે
વલસાડ : ધરમપુર ખાતે આવેલા વિજ્ઞાન કેન્દ્રમાં શનિવારના રોજથી મહાત્મા ગાંધી વિશે ડિજિટલ પ્રદર્શનનો આરંભ થવા જઈ રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર ધરમપુર ખાતે વિજ્ઞાન કેન્દ્રમાં ડિજિટલ માધ્યમથી ગાંધીજી અંગેની વિસ્તૃત માહિતી આંગળીના ટેરવે પ્રદર્શનમાં આવનારને મળી રહે તેવા હેતુથી આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા આગળ મુલાકાત લેનારને 21 મી સદીના ડિજિટલ યુગનો સંપૂર્ણપણે અનુભવ થશે. ડિજિટલ પ્રદર્શનનું ઉદઘાટન ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ ઉપકુલપતિ સુદર્શન આયંગર દ્વારા કરવામાં આવનાર છે.
ડિજિટલ અને વર્ચ્યુઅલ જમાનામાં ગાંધીજી અંગેનું ડિજિટલ પ્રદર્શન લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે
શનિવારના રોજથી ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખુલ્લું મૂકવામાં આવનાર મહાત્મા ગાંધી અંગેનું ડિજિટલ પ્રદર્શન લોકોમાં ખૂબ જ આકર્ષણ જગાવે તેમ છે. ડિજિટલ યુગમાં અનોખું આ ડિજિટલ ગાંધીજી અંગેનું પ્રદર્શનમાં ગાંધીજીની વિચારધારાઓ તેમનું જીવન ચરિત્ર તેમની સાથે સંકળાયેલા લોકો દ્વારા ગાંધીજી અંગે કહેવામાં આવેલા વિવિધ નિવેદનો સહિત તમામ પાસાઓને માહિતી આપતું આ ડિજિટલ પ્રદર્શન લોકોમાં આકર્ષણ કેન્દ્ર બની શકે છે.