વલસાડઃ જિલ્લાના પારડી ઉમરસાડી માછીવાડ વિસ્તારમાં રાજેશ કેશવ ભંડારી નામના 50 વર્ષીય શખ્સ વહેલી સવારે તેમના ઘરે કોઈને પણ જાણ કર્યા વગર બાઇક લઈ નીકળી ગયા હતા. તેઓ પારડી ખાતે આવેલી પાર નદીના જૂના બ્રિજ ઉપર આવીને બેસી ગયા હતા. તે, અહીં મોર્નિંગ વોક કરવા આવનાર અનેક લોકોએ જોયા હતા. પણ તે અચાનક ત્યાંથી ગાયબ થઈ જતા લોકો રાજેશભાઇએ નદીમાં પડતું મૂક્યું હોવાની આશંકા વ્યકત કરી હતી.
વલસાડમાં આધેડ વયના શખ્સનો મૃતદેહ મળ્યો, આત્મહત્યાની આશંકા - Valsad news
પારડી ઉમરસાડી ગામે રહેતા એક આધેડ વયના શખ્સનો મૃતદેહ મળી આવ્યો હતો. જેનું બાઇક પાર નદી ઉપર બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. આધેડે નદીમાં ઝંપલાવ્યું હોવાની આશંકા સેવાઇ રહી છે.
![વલસાડમાં આધેડ વયના શખ્સનો મૃતદેહ મળ્યો, આત્મહત્યાની આશંકા etv](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5839913-thumbnail-3x2-valsad.jpg)
પારડીની પાર નદીમાં પડતું મુકેલ અધેડનો મૃતદેહ મળી આવ્યો
પારડીની પાર નદીમાં પડતું મુકેલ અધેડનો મૃતદેહ મળી આવ્યો
મોડે સુધી ઘરે પરત ન ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જ્યારે ચન્દ્રપૂરના તરવૈયા નદીની આસપાસમાં હતા, ત્યારે નદીના પાણી માથી મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોકની લાગણી પ્રવર્તી હતી. પોતે દરજીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને તેમણે ક્યા કારણથી આત્મહત્યાનું પગલું ભર્યું તે અંગે હજી પણ રહસ્ય અકબંધ છે.