10 દિવસથી જામીનમાં તિરાડ પાડવા સાથે ડુંગર ઉપર આવેલી જમીન ધસી વલસાડ: વન આચ્છાદિત અને પ્રકૃતિથી ભરપુર રળિયામણો વિસ્તાર ગણાતા વલસાડ જીલ્લાના કપરાડા તાલુકાના વાડી ગામે આવેલા ડુંગરાળ પ્રદેશમાં જમીનમાં ભેદી પરિવર્તન આવી રહ્યા છે. છેલ્લા 10 દિવસથી જામીનમાં તિરાડ પાડવા સાથે ડુંગર ઉપર આવેલી જમીન ધસી રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ તિરાડ જમીનમાં 10 મીટર ઊંડે સુધી હોવાનું અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે. સાવધાનીના ભાગરૂપે આવેલા 10 ઘરોના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના અપાઈ છે.
લોકોમાં ડરનો માહોલ: વાડી ગામ પાંચ કિમી વિસ્તારમાં ફેલાયેલું છે. આ વિસ્તારમાં લોકો છુટાછવાયા ઘરો બનાવીને રહે છે. આથી ડુંગર ઉપર, ડુંગરની તળેટી અને ઢોળાવ ઉપર આવેલા ઘરોમાં રહેતા પરિવારોના જીવ અધ્ધર છે. કારણે કે ઘરની પાછળ જ આવેલો ડુંગર ધીમે ધીમે ધસી રહ્યો છે અને જમીન ધસીને નીચે આવી રહી છે. જો આ પ્રવૃતિ યથવાત રહી તો અગામી સમયમાં પડેલી તિરાડો મોટી થઇ જશે અને ઘરો પણ જમીનમાં દબાઈ શખે છે. લોકો રાત્રિ દરમ્યાન ઘરમાં સુતા ડરી રહ્યા છે. આજીવિકાનું સાધન ખેતર સાથે ઘરો પણ ખોવાનો વારો આવે એવી સ્થિતિ સર્જાઈ રહી છે.
ડાંગરના ઉભા પાકવાળા ખેતરોમાં મોટી તિરાડ ખેડૂતોના જીવ તાળવે ચોટ્યાં: વાડી ગામમાં આવેલા ડુંગરોના ઢોળાવ ઉપર આવેલી જમીનમાં અનેક નાના મોટા ખેતરો આવેલા છે. સ્થાનિકો આ ખેતરોમાં ડાંગર, કઠોળ અને શાકભાજીની ખેતી કરી પોતાની રોજી રળતા હોય છે. ત્યારે હાલમાં બનેલી ઢોળાવવાળી જમીન ઉપર અનેક ખેડૂતોના ખેતરોમાં પણ મોટી તિરાડ પડી જતાં તેઓના ડાંગરના ઉભા પાકને નુકસાન થયું છે. ખેડૂતોના જીવ તાળવે ચોટ્યાં છે ત્યારે હવે ખેતરોમાં જતા પણ તેઓ ભયભીત બન્યા છે. અચાનક આવેલા જમીનના પરિવર્તનને કારણે ખેડૂતોને પણ નુકસાન થઇ રહ્યું છે.
તિરાડ જમીનમાં 10 મીટર ઊંડે લોકોને સલામત સ્થળે ખસી જવા સુચના: ડુંગરના ઢોળાવ વળી જગ્યા અને તળેટીમાં 10થી વધુ ઘરો આવેલા છે. જમીનમાં તિરાડો મોટી થઇ રહી છે તે જોતા વહીવટી તંત્ર દ્વારા 10 ઘરો જેની પાછળથી જ ડુંગરની શરૂઆત થતી હોવાથી સલામતીના ભાગ રૂપે જે ક્ષેત્રમાં અસર થઇ રહી છે તે વિસ્તારમાં આવતા ઘરોના લોકોને સલામત સ્થળે ખસી જવા સુચના આપવામાં આવી છે. હાલ તો ડુંગરની જમીનમાં આવી રહેલા પરિવર્તન બાબતે સ્થાનિકો માત્ર તિરાડમાં વરસાદી પાણી જવાથી જમીન પોચી થઇ ખસી રહી હોવાનું માની રહ્યા છે પરંતુ જો તે રોકવામાં નહિ આવે તો આગામી સમય માં તે સ્થાનિક રહીશો માટે કોઈ મોટી હોનારતનું કારણ બની શકે છે.
10 ઘરોના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ: સમગ્ર બાબતે સ્થાનિકો દ્વારા વહીવટી વિભાગને જાણ કરવામાં આવતા આખરે ઘટનાની ગંભીરતા જોતા પ્રાંત અધિકારીના નેતૃત્વમાં એક વિશેષ ટીમે સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું અને કારણ જાણવા પ્રયાસ કર્યા હતા. ઘટના અંગેની જાણકારી મળતા વહીવટી તંત્રની ટીમ દ્વારા પણ સ્થળ મુલાકાત લઇને રહસ્યમય રીતે આવી રહેલા પરિવર્તનનું નિરીક્ષણ કરી રીપોર્ટ બનાવી જેતે વિભાગને મોકલી સમગ્ર ઘટના અંગે જાણકારી આપવામાં આવી છે. સબંધિત વિભાગ જેવા કે સિસ્મોલોજી અને ખાણ ખનીજ વિભાગને પણ જાણ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ નિરીક્ષણ કરતા અંદાજે 500 મીટરથી વધુ વિસ્તારના ડુંગરનો ઢોળાવ ઉપર થઇ રહેલા પરિવર્તનો ગંભીર પરિણામ લાવી શકે છે એવી શક્યતા પણ વ્યક્ત કરી છે.
ખેતર સાથે ઘરો પણ ખોવાનો વારો આવે એવી સ્થિતિ કારણ જાણવાનો પ્રયાસ: ધરમપુર અને કપરાડાના પ્રાંત અધિકારી કેતુલ ઈટાલીયાના જણાવ્યા અનુસાર ડુંગરના ઢોળાવવાળી જગ્યા ઉપર પડેલી તિરાડ અને જમીનમાં આવી રહેલા રહસ્યમય પરિવર્તન અંગે કારણ જાણવા માટે નજીકમાં આવેલા મધુબન ડેમ ઉપર મુકવામાં આવેલા સીસનોગ્રાફી મશીન હોય, ભૂકંપની તીવ્રતા અને અને ભૂકંપના આંચકાંથી આ પરિસ્થિતિ સર્જાઈ છે કે કેમ ? તે અંગે પણ જાણવા પ્રયાસ કરાયો છે સાથે જ ખાણ ખનીજ અને ડીઝાસ્ટર વિભાગને પણ જાણકારી આપવામાં આવી છે અને કારણ જાણવા પ્રયાસ કરાઈ રહ્યો છે.
- 40 વર્ષ બાદ ફરી કપરાડાના ગિરનાર ગામે જમીન ધસી
- Panam River Flood: પાનમ નદીમાં પૂર આવતા 4 યુવાનો ફસાયા, NDRFની ટીમ દ્વારા તમામ લોકોનું સફળતાપૂર્વક રેસ્કયુ