ગુજરાત

gujarat

ETV Bharat / state

સેલવામાં સાઈકલ ચોરીની ફરીયાદ નોંધાઈ, પોલીસે 18 સાઈકલ સાથે ચોરને પકડ્યો - Corono Hospital

લોકો બાઇક-કાર જેવા મોંઘા વાહનોની ચોરીની ફરિયાદ લખાવતા હોય છે. પરંતુ સેલવાસમાં એક ફરિયાદીએ સાયકલ ચોરીની ફરિયાદ લખાવ્યા બાદ પોલીસે તેની તપાસ હાથ ધરતા 18 ચોરેલી સાયકલ સાથે ચોરની ધરપકડ કરી છે. પકડાયેલી સાયકલ ચોર હોસ્પિટલમાં દર્દીઓને મળવા આવતા સગાઓની સાયકલ ચોરી કરી કોરોનાની સારવાર માટે પૈસાની જરૂર હોવાના બહાના બતાવી બીજા લોકોને વેંચતો હતો.

xxx
સેલવામાં સાઈકલ ચોરીની ફરીયાદ નોંધાઈ, પોલીસે 18 સાઈકલ સાથે ચોરને પકડ્યો

By

Published : May 28, 2021, 10:38 AM IST

  • સેલવાસ પોલીસે 18 સાયકલ સાથે ચોરની ધરપકડ
  • હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગાઓની સાયકલ ચોરતો હતો
  • ચોર માત્ર સાયકલ જ ચોરતો હોવાની કબૂલાત

સેલવાસ : કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી પોલીસે 18 ચોરેલી સાયકલ સાથે એક સાયકલ ચોરને દબોચી લીધો છે. આ સાયકલ ચોર માત્ર સાયકલ જ ચોરતો હતો. અને ચોરેલી સાયકલ પોતાના સગાને કોરોના થયો છે અને તેને ગામ જવું છે પૈસાની જરૂર છે તેવા બહાના બતાવી સાયકલ વેંચી દેતો હતો.

ફરીયાદને આધારે તપાસ

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં એક ફરિયાદીએ પોતાની સાયકલ ચોરાઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ આધારે પોલીસે એક ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. જે દરમ્યાન સેલવાસ પોલીસે બાતમી આધારે સેલવાસના મારવાડીની ચાલમાં રહેતા સંદીપ સોનેલાલ ગુપ્તાને દબોચી લીધો હતો. જેની પાસેથી 18 ચોરેલી સાયકલ કબ્જે કરી હતી.

સેલવામાં સાઈકલ ચોરીની ફરીયાદ નોંધાઈ, પોલીસે 18 સાઈકલ સાથે ચોરને પકડ્યો

આ પણ વાંચો : ભુજમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, 25 હજારની કાપડની થઈ હતી ચોરી

કોરોનાના બહાને સાયકલ વેંચતો હતો

આ અંગે સેલવાસ જિલ્લા પોલીસવડા હરેશ્વર સ્વામીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, પકડાયેલો સંદીપ સોનેલાલ ગુપ્તા સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં દર્દીઓને મળવા આવતા સગાઓની પાર્ક કરેલી સાયકલ ચોરતો હતો. પોતાને ગામ જવું છે, પરિવારમાં કોરોના થયો છે, પૈસાની જરૂર છે તેવા બહાના બતાવી સાયકલ વેચી દેતો હતો. પોલીસે હાલ 18 સાયકલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

જાણીતી બ્રાન્ડની સાયકલ ચોરતો હતો

પકડાયેલ સાયકલ ચોર પાસેથી પોલીસે હરક્યુલસ, સ્ટ્રીટરેસર, સ્કાય રોક, હીરો જેવી જાણીતી બ્રાન્ડની ચોરેલી સાયકલ કબ્જે કરી હતી. બજારમાં હાલ આવી નવી સાયકલના ભાવ 4000 થી શરૂ થઈને 13 હજાર સુધીના છે. જે જોતા અંદાજિત 90,000 રૂપિયા આસપાસની સાયકલો સંદીપે ચોરી કરી હતી. જે સસ્તા ભાવે બીજાને વેંચી દેતો હતો. પોલીસ તપાસમાં આ સાયકલ ચોર કોઈ જ કામધંધો કરતો નથી. અને ચોરીમાં માત્ર સાયકલની જ ચોરી કરતો હોવાની પ્રાથમિક વિગતો મળી છે.

ABOUT THE AUTHOR

...view details