અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વલસાડ દ્વારા શહિદ ભગતસિંહના જન્મદિવસના ઉપલક્ષમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ રક્તદાન કર્યું હતું. વિદ્યાર્થીઓનું કહેવું હતું કે જો માત્ર 23 વર્ષની નાની ઉંમરમાં શહીદ ભગતસિંહ દેશને આઝાદ કરવાની લડાઇમાં પોતે ફાંસી સુધી પહોંચી જતા હોય તો એક સામાન્ય વિદ્યાર્થી પણ અન્યનો જીવ બચાવવા માટે રક્તદાન કેમ નહીં કરી શકે તેવા ઉદ્દેશથી શુક્રવારના રોજ વલસાડ સાયન્સ કોલેજ ખાતે સવારે 10 વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં NCCના વિદ્યાર્થીઓ તેમજ સાયન્સ કોલેજના વિદ્યાર્થી રક્તદાન કર્યું હતું.
શહીદ ભગતસિંહના જન્મદિનના ઉપલક્ષ્યમાં વલસાડ સાયન્સ કોલેજમાં રક્તદાન કેમ્પ યોજાયો - રક્તદાન કેમ્પ
વલસાડઃ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વલસાડ સાયન્સ કોલેજમાં શહીદ ભગતસિંહના જન્મ દિવસના ઉપલક્ષ્યમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્સાહભેર NCC તેમજ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ રક્તદાન કર્યું હતું.
સ્પોટ ફોટો
નોંધનીય છે કે વલસાડ જિલ્લા સાયન્સ કોલેજ ખાતે અનેક સામાજીક કાર્યક્રમો કરવામાં આવે છે તો સાથે સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પણ સમયાંતરે સમાજ ઉપયોગી કાર્યક્રમો રજુ કરવામાં આવે છે.