વલસાડ: વાપીમાં કુલ 250 લોકોને કોરોના વાઈરસના કેસ સંદર્ભે હોમ કોરેન્ટાઇન કરવાની ફરજ પડાઈ હતી. જેમાના 140 લોકોએ 14 દિવસનો આ પિરિયડ હેમખેમ પસાર કરી લીધો છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે વાપી નગરપાલિકા અને વાપી શહેર અર્બન હેલ્થ વિભાગ દ્વારા વિદેશગમન અને બહારગામથી આવેલા આ 250થી વધુ લોકોના 140 જેટલા લોકોનો કોરેન્ટાઈન પિરિયડ પૂરો થતાં અને તેઓનો નેગેટિવ રિપોર્ટ આવતા તમામને છુટા કરાયા છે.
વાપી: હોમ કોરેન્ટાઇન પિરિયડ પૂરો કરનારા પરિવારના ઘરનો કચરો ઉઠાવવા અલગ વ્યવસ્થા કરાઈ - વિઠ્ઠલ પટેલ
કોરોના વાઈરસના કહેર દરમિયાન વાપીમાં કોરોના વાઈરસના શંકાસ્પદ લોકોને હોમ કોરેન્ટાઈન કર્યા બાદ આવા 250 લોકોમાંથી 140 લોકોનો કોરેન્ટાઈન પિરિયડ પૂરો થઈ ગયો છે. પાલિકાએ આવા પરિવારોના ઘરનો કચરો ઉપાડવા માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરી છે.
વાપી નગરપાલિકા દ્વારા આ તમામ પરિવારોના ઘરનો કચરો અલગથી લેવાનો નિર્ણય કરાયો છે. હાલમાં નોવેલ કોરોના વાઈરસની મહામારી અને લોકોને વધુ સંક્રમણ ન થાય તેને ધ્યાને રાખી વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલ અને આરોગ્ય વિભાગ દ્વારા આ નિર્ણય લઈ તમામ લોકોના ઘરનો કચરો એક જ વાહનમાં ઉચકવામાં આવશે આ માટે ત્રણ જેટલા કર્મચારીઓને સંપૂર્ણ કોરોના વાઈરસને નાથી શકે તેવી સામગ્રી પુરી પાડી છે. જેને લઇ અન્ય લોકોને કે વાપીમાં નગર પાલિકામાં સફાઈ કામગીરી કરતા કામદારોને પણ આ કોરોના વાઈરસ ન લાગે તેની સાવચેતી રખાઈ રહી છે.