- વલસાડમાં કોરોનાના કેસમાં સતત વધારો
- જિલ્લામાં કોરોનાની કુલ સંખ્યા 2343 થઈ
- જિલ્લામાં 95 નવા કેસ નોંધાયા
વલસાડઃ જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં બુધવારે 69 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જે બાદ આજે ગુરુવારે 95 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ વલસાડ તાલુકામાં 47 નોંધાયા છે.
વિવિધ તાલુકાના કોરોના આંકડા ઉપર એક નજર
વલસાડ જિલ્લાના 6 તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 2342 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના આંકડા ઉપર નજર કરીએ તો વલસાડ તાલુકામાં આજે ગુરુવારે 47 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. પારડી તાલુકામાં 17 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. વાપી તાલુકામાં 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. ઉમરગામ તાલુકામાં કુલ 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. ધરમપુર તાલુકામાં 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, જ્યારે કપરાડા તાલુકામાં કુલ 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, આમ આજે ગુરૂવારે કુલ 95 જેટલા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે.