- દક્ષિણ ગુજરાતમાં મેધરાજાની જબરજસ્ત બેટીંગ
- મધુબની ડેમના 9 દરવાજાઓ 4 મીટર ખોલવામાં આવ્યા
- દમણગંગા નદીમાં 1,36,488 ક્યુસેક પાણી છોડાયું
વલસાડ: જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં છેલ્લા ચારેક દિવસથી અષાઢી મેઘનો માહોલ જામ્યો છે. બુધવારે સમગ્ર વિસ્તારમાં સારા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે. એમાં પણ મહારાષ્ટ્ર અને કપરાડા તાલુકાના ઉપરવાસમાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે મધુબન ડેમમાં નવા નિરની સતત આવક થઈ રહી છે.
દમણગંગા નદીમાં ઘોડાપુર
સેલવાસ કન્ટ્રોલ રૂમ મુજબ મધુબન ડેમના કેચમેન્ટ એરિયામાં બુધવારે 2 વાગ્યે 1,85,574 ક્યુસેક પાણીની આવક નોંધાયા બાદ ડેમનું રુલ લેવલ 73.15 મીટર જાળવી રાખી 9 દરવાજા 4 મીટર સુધી ખોલી દમણગંગા નદીમાં 1,36,488 ક્યુસેક પાણી છોડાયું હતું. જ્યારે 3 વાગ્યે આવક ઘટીને 1,83,739 થઈ હતી. ડેમનું રુલ લેવલ 73.30 મીટર પર સ્થિત કરી 4 મીટર ખોલેલા 9 દરવાજા મારફતે 1,38,311 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું હતું. તો, 4 વાગ્યે આવક 1,54,023 થઈ હતી. જ્યારે ડેમનું રુલ લેવલ 73.35 મીટરે સ્થિર રાખી 1,38,908 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું હતું.
આ પણ વાંચો : Gandhinagar જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ વરસાદ ઓછો પડતાં 8,210 હેક્ટર વાવેતર ઓછું થયું