ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં દૂધના વધુ ભાવ લેતા 8 દુકાનદાર ઝડપાયા, 20 હજારનો દંડ - shoppers get high milk prices

વલસાડ જિલ્લાના વાપી, ભીલાડ, સરીગામ વિસ્તારોમાં દૂધની થેલીની નિયત કરાયેલી કિંમતથી વધુ પૈસા વસૂલી કરતા 8 દુકાનદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમને 20 હજારનો દંડ ફટકારાયો છે.

8 shoppers get high milk prices in Valsad, A fine of 20 thousand
વલસાડમાં દૂધના વધુ ભાવ લેતા 8 દુકાનદાર ઝડપાયા, 20 હજારનો દંડ

By

Published : Apr 14, 2020, 4:04 PM IST

વાપી: વલસાડ જિલ્લામાં લોકડાઉનમાંં લોકો ઘરની બહાર નીકળી શકતા નથી. તેમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે સમય મર્યાદા નક્કી કરાયેલી હોવાના કારણે લોકો પડાપડી કરતા હોવાનો ગેરલાભ કેટલાક દુકાનદારો ઉઠાવી રહ્યાં છે. જેની ફરિયાદો ગ્રાહક સુરક્ષા વિભાગ સામે આવી હતી. અનાજ કરિયાણાની દુકાનોમાં દૂધની થેલીનું પણ વેચાણ થતું હોય છે. જેમાં MRP કરતાં વધુ કિંમત વસૂલ થઈ રહી છે, તેવી ફરિયાદો મદદનીશ નિયંત્રણ કાનૂની માપન વિજ્ઞાન સુરક્ષા અધિકારીને મળી હતી.

વલસાડમાં દૂધના વધુ ભાવ લેતા 8 દુકાનદાર ઝડપાયા, 20 હજારનો દંડ

કલેક્ટરે આવશ્યક ચીજ વસ્તુઓના ભાવોનો કાળા બજાર ન થાય કે વધુ કિંમત લોકો પાસેથી વસૂલ ન થાય તે માટે ગ્રાહક સુરક્ષા વિભાગને આવી પ્રવૃત્તિ સામે કડક નજર રાખવા સૂચના જાહેર કરી હતી. આ દરમિયાન ગ્રાહક સુરક્ષા અધિકારી જે. આર. ગરાસીયા અને તેમની ટીમે જિલ્લાના વાપી, કરમબેલી અને ભીલાડ પંથકની દુકાનોમાં ચેકિંગ શરૂ કર્યું હતું. જેમાં ડમી ગ્રાહકો મોકલતાં 8 વેપારી દૂધની MRP કરતાં વધુ ભાવ લેતા ઝડપાઈ ગયા હતા. જેઓને કોમોડિટીઝ એક્ટ હેઠળ દરેક દુકાનોને રૂપિયા 2000 મુજબ કુલ 20 હજારનો દંડ ફટકાર્યો છે.

પકડાયેલા દુકાનદારોમાં મહાલક્ષ્મી જનરલ સ્ટોર વાપી ટાઉન, મંગલમૂર્તિ પ્રોવિઝન સ્ટોર વાપી, મહાલક્ષ્મી જનરલ સ્ટોર છરવાડા, સાઈ લો પ્રાઇસ જનરલ સ્ટોર કરમબેલી, બાબા રામદેવ કિરાણા કરમબેલી, માં દેવી કી રાણી કિરાણા સરીગામ, દુર્ગા પ્રોવિઝન સ્ટોર ભીલાડ, શ્રી રામદેવ કિરાણા ભીલાડનો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

...view details