વાપી GIDCના 3rd ફેઈઝ વાઈટલ લેબોરેટરી પ્રા.લિ. કંપની આવેલી છે. જે કંપનીમાં કોન્ટ્રાકટમાં પ્રોડકશન વિભાગમાં કેટલાક કામદારો કામ કરે છે. કંપનીમાં દવાનો પાવડર બને છે. કંપનીમાંથી કેટલાક સમયથી મેડીસીન પાવડરની ચોરી થઈ રહી હતી. કંપનીમાંથી આશરે જુદી-જુદી મેડીસીન પાવડર મળી કુલ 89 કિલોથી વધુના પાવડરની ચોરી થઈ હતી. જેની અંદાજીત કિંમત 8,88,450/- આંકવામાં આવી હતી.
જે બનાવની ફરિયાદ વાઈટલ લેબોરેટરી કંપનીના જનરલ મેનેજર શંકર જગદીશ બજાજે વાપી GIDC પોલીસ મથકમાં આપી હતી. ત્યારે, વલસાડ LCB ટીમ વાપીમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે વાપીના છીરી રણછોડ નગરમાં વોચ રાખી હતી. તે દરમિયાન બાઈક ઉપર શંકાસ્પદ લાગતા ત્રણ ઈસમોની પૂછપરછ કરી તેમની પાસે રહેલા માલસમાનની તલાશી લેતા પાવડરનો જથ્થો મળી આવ્યો હતો.