- નકલી નોટ પ્રકરણમાં વધુ 4ની ધરપકડ
- વલસાડ SOG એ 300 નકલી નોટ સાથે 4ને ઝડપ્યા
- કુલ 8 આરોપીઓ પાસેથી 448 નોટ કબજે કરી
વલસાડઃ જિલ્લામાં એસ.ઓ.જી.એ. ધરમપુર વિસ્તારમાં 500 ના દર બનાવટી નોટનું ચલણ ફેલાવી રહેલા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમની પોલીસ કસ્ટડી રિમાન્ડમાંં આરોપીએ કરેલા ખુલાસા બાદ પોલીસે નકલી નોટો છાંપતા આરોપીઓનું પગેરું શોધી વધુ ચારને ઝડપી પાડી તેમની પાસેથી 500ના દરની 300 બનાવટી નોટ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ વલસાડ SOGએ મહારાષ્ટ્રમાં નોટ છાપી ગુજરાતમાં ઘુસાડવાના કૌભાંડનો કર્યો પર્દાફાશ
વલસાડ SOG દ્વારા બનાવટી ચલણી નોટ કબજે કરાઇ
વલસાડ SOG ની ટીમે ધરમપુર સમડી ચોક સામે આવેલા જુની કેરી માર્કેટ કમ્પાઉન્ડમાં આરોપી ઝીપરૂ સંતા પાસેથી 500 ના દરની 60 બનાવટી ચલણી નોટ કબજે કરી અટક કરી હતી, ત્યાર બાદ અન્ય ત્રણ આરોપીઓને ધરમપુર વિસ્તારમાંથી ઝડપીને પોલીસે કુલ 148 બનાવટી નોટ કબજે લીધી હતી. આ આરોપીઓની પોલીસ કસ્ટડી પૂછપરછ અને વધુ તપાસ PSI એલ.જી. રાઠોડે હાથ ધરી હતી. જેમાં નોટો છાપનાર અને વિતરણ કરી રહેલા વધુ 4 આરોપીઓને દબોચવામાં સફળતા મળી હતી.