ગુજરાત

gujarat

ETV Bharat / state

71મા પારડી તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉમરસાડી દેસાઈ વાળ ખાતે ઉજવણી કરાઇ - વલસાડ ન્યૂઝ

વલસાડ જિલ્લાના પારડીમાં તાલુકા કક્ષાના 71મા વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મેહમાન તરીકે વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકરે હાજરી આપી હતી.

Pardi
71મા પારડી તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉમરસાડી દેસાઈ વાળ ખાતે ઉજવણી કરાઇ

By

Published : Aug 28, 2020, 10:41 PM IST

વલસાડ: જિલ્લાના પારડીમાં તાલુકા કક્ષાના 71મા વન મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ જે.વી.બી.એસ હાઈસ્કૂલ ઉમરસાડી દેસાઈ વાળ ખાતે ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપ્રધાન અને મહાનુભાવોના હસ્તે શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમની સાથે પારડી તાલુકાના ગામોમાં વૃક્ષો વિતરણ માટેના વૃક્ષ રથને લીલીઝંડી આપી હતી.

71મા પારડી તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉમરસાડી દેસાઈ વાળ ખાતે ઉજવણી કરાઇ

આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના વન પ્રધાન રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, વૃક્ષારોપણના ફાયદાઓ અનેક ગણા છે. વૃક્ષોએ આપણા જીવનનો આધાર છે, વૃક્ષોનું પ્રમાણ વધુ છે તેવા વિસ્તારના લોકોમાં કોરોનાનું પ્રમાણ નહિવત છે. વૃક્ષો આપણને ઓક્સિજન, છાયડો, લાકડું તો આપે છે, પરંતુ આપણા જીવન સાથે જોડાયેલી આયુર્વેદિક ઔષધિઓ પણ ઓમાનથી જ મળે છે. આ ઔષધી હાલની કોરોના મહામારી સામે રક્ષણ મેળવવામાં પણ ખૂબ જ ઉપયોગી પુરવાર થઇ રહી છે. જેને ધ્યાને રાખી વૃક્ષોનો યોગ્ય ઉછેર કરવો જોઈએ.

71મા પારડી તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉમરસાડી દેસાઈ વાળ ખાતે ઉજવણી કરાઇ
  • 71મા પારડી તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉમરસાડી દેસાઈ વાળ ખાતે ઉજવણી
  • રમણલાલ પાટકરે આ કાર્યક્રમમાં આપી હાજરી
  • રાજ્યના વન પ્રધાન રમણલાલ પાટકરે કહ્યું કે, વૃક્ષોનો ઉછેર કરવો જોઈએ

રાજ્ય કક્ષાના વન મહોત્સવની વલસાડ જિલ્લામાં ઉજવણી થકી સમગ્ર રાજ્યમાં 20 જેટલા સાંસ્કૃતિક વનોના નિર્માણ થયા છે. જેનાથી લોકોના વનસ્પતિ પ્રત્યે મોટી જાગૃતિ પણ આવી છે. આપણો દેશ ખેતીપ્રધાન છે, જેથી પાકનું મબલક ઉત્પાદન મેળવવાના આશયથી યોજાયેલા કૃષિ મહોત્સવના કારણે આપણે અન્નક્ષેત્રમાં સ્વાવલંબી બન્યા છે.

71મા પારડી તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉમરસાડી દેસાઈ વાળ ખાતે ઉજવણી કરાઇ

આ વન મહોત્સવમાં પારડીના ધારાસભ્ય કનુ દેસાઇએ જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં મોટી સંખ્યામાં હરિયાળી છે, જેનો વધુ વિસ્તાર થાય તે માટે તળાવની પાળ દરિયાકાંઠે અને જ્યાં ખાલી જગ્યા હોય ત્યાં વૃક્ષો વાવી તેનું જતન કરવું જોઈએ.

તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉમરસાડી દેસાઈ વાળ ખાતે ઉજવણી કરાઇ

નાયબ વન સંરક્ષણ એચ.એસ. પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મુખ્યપ્રધાનના કાર્યકાળ દરમિયાન વન મહોત્સવને જય ચેતનાનું કેન્દ્ર બનાવી જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે ઝુંબેશ રૂપે વન મહોત્સવની ઉજવણી કરવાની શરૂ કરી હતી. જે કારણે લોકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યાં છે

ABOUT THE AUTHOR

...view details