ગુજરાત

gujarat

ETV Bharat / state

પારડીના ખેરલાવ ગામે સાંસદના હસ્તે 66 KV સબસ્ટેશનનું લોકાર્પણ - MP in Kherlav village of Pardi

વલસાડઃ પારડી તાલુકાના ખેરલાવ અને નિમખલ ગામે 66  KV સબસ્ટેશનનું સાંસદ ડો. કે સી પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું  હતુ. 7 કરોડ 30 લાખના ખર્ચે તૈયાર થયેલું આ સબસ્ટેશન શરૂ થતાં 7 કિમીની ત્રીજ્યામાં આવેલા 4થી વધુ ગામોના લોકોને વીજ પ્રવાહનો લાભ મળશે.

etv bharat
પારડીના ખેરલાવ ગામે સાંસદના હસ્તે 66 KVએ સપસ્ટેશનનું થયું લોકાર્પણ

By

Published : Jan 4, 2020, 6:22 PM IST

ગુજરાત સરકારનીની TASPની અંદાજિત રૂપિયા 7 કરોડ 30 લાખના ખર્ચે ખેરલાવ અને 8 કરોડ 70 લાખના ખર્ચે નિમખલમાં 66 KVએ સબસ્ટેશન બનાવવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ ઉર્જા પ્રધાન સૌરભ પટેલના હસ્તે કરવામાં આવનાર હતું, પરંતુ કોઈ કારણ સર તેઓ ઉપસ્થિત ન રહેતા બંને સબસ્ટેશનોનું ઉદ્ઘાટન વલસાડ અને ડાંગના સાંસદ ડો.કે સી પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું, એમની સાથે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ અને પારડી તાલુકાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ અને જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ હાજરી આપી હતી.

પારડીના ખેરલાવ ગામે સાંસદના હસ્તે 66 KVએ સપસ્ટેશનનું થયું લોકાર્પણ

કાર્યક્રમ દરમિયાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, અગાઉ જ્યારે ત્રણ દિવસ સુધી વીજપુરવઠો બંધ રહેતો હતો, એવા પણ દિવસો જોયા છે. પણ હવે સરકાર દ્વારા 24 કલાક વીજ પ્રવાહની સુવિધા આપતા લોકોની અપેક્ષા એટલી વધી ગઈ છે કે, 5 મિનિટ વિજપ્રવાહ ખોટકાઈ તો લોકો અકળાઈ જતા હોય છે.

પારડીના ખેરલાવ ગામે સાંસદના હસ્તે 66 KVએ સપસ્ટેશનનું થયું લોકાર્પણ

ડો. કે સી પટેલે જણાવ્યું કે, ખેરલાવ તેમનું જન્મ સ્થળ છે. તેઓ અહીંની પરિસ્થિતિથી વાકેફ છે અને શરૂ થયેલ સબસ્ટેશન સ્થાનિકો માટે ખૂબ ઉપયોગી રહેશે. અંદાજિત 4500 લોકોને તેનો લાભ થશે સરકાર દ્વારા સમગ્ર વલસાડ, ડાંગ, નવસારી માટે અંદાજિત રૂપિયા 47 કરોડ ફાળવવામાં આવ્યા હતા. જેથી વિજપૂરવઠાની વ્યવસ્થા અને સબસ્ટેશન સ્થાપી શકાય જેમાં વલસાડ અને ડાંગમાં અત્યાર સુધીમાં 27 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details