ગુજરાત

gujarat

ETV Bharat / state

રોલા શેલ્ટર હોમમાં રખાયેલા 64 શ્રમિકોને ST દ્વારા વતન મધ્યપ્રદેશ રવાના કરાયા - કોરોના વાઇરસ લેટેસ્ટ અપડેટ્

વૈશ્વિક મહામારી કોરોનાને કારણે lockdown ને પગલે વલસાડ જિલ્લામાં મજુરી કામ અર્થે આવેલા અને ક્રમિક વર્ગ ફસાયા હતા. આ તમામને વિવિધ સેક્ટરોમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે પૈકીના 68 જેટલા મધ્યપ્રદેશના શ્રમિકોને વલસાડ એસ.ટી ડેપોની ચાર જેટલી બસો ફાળવી જે મોડી રાત્રે 11 કલાકે તેમના વતન રવાના કરવામાં આવ્યા હતા, જેની ખુશી તેમના મોઢે જોવા મળી રહી હતી.

Etv Bharat, Gujarati News, Valsad News, Covdi 19
Valsad News

By

Published : Apr 26, 2020, 3:19 PM IST

વલસાડઃ વૈશ્વિક મહામારી કોરોનાને કારણે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં લૉકડાઉનને કારણે અનેક સ્થળે શ્રમિક વર્ગ જે ઘર જવા નીકળ્યા હતા, તેઓને ક્યાંક તો માર્ગમાં રોકી લેવામાં આવ્યા હતા તો ક્યાંક તેઓ અટવાઈ પડ્યા હતા. આવા લોકોને શેલટર હોમમાં રાખવમાં આવ્યા હતા.

62 શ્રમિકોને એસ.ટી દ્વારા મધ્ય પ્રદેશ દ્વારા રવાના

વલસાડ જિલ્લામાં પણ સરીગામ, વાપી, પારડી અને વલસાડના રોલા ખાતે 67 જેટલા મધ્યપ્રદેશથી રોજી રળવા આવેલા શ્રમિક અટવાયા હતા, તેમને લૉકડાઉન શરૂ થયું ત્યારથી સામાજિક સંસ્થાઓ સ્થાનિક અગ્રણીઓ દ્વારા ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી, પરંતુ શનિવારે વલસાડના રોલા ખાતે રહેતા 64 જેટલા મધ્યપ્રદેશના શ્રમિકોને તેમના વતનમાં મોકલવા માટે વલસાડ વહીવટી તંત્ર દ્વારા 4 એસ ટી બસો મારફતે તેમને તેમના વતન રવાના કરવામાં આવ્યા હતા.

જેને લઈ તેઓને ઘરે પહોંચવાનો ઉત્સાહ તેમના ચેહરે વર્તાઈ રહ્યો હતો. મહત્વનું છે કે, વહીવટી તંત્ર દ્વારા છેલ્લા કેટલાક દિવસથી આ તમામ શ્રમિકો શેલ્ટર હોમમાં રાખીને રહેવા અને જમવાની ઉત્તમ સગવડ આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details