ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ જિલ્લામાં મોસમનો કુલ 60 ઇંચ વરસાદ નોંધાયો

હવામાન વિભાગે કરેલી વરસાદની આગાહીના પગલે સમગ્ર ગુજરાતમાં કેટલાંક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પડી શકે છે. જે પૈકી છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લામાં વરસાદ વ્યાપક પ્રમાણમાં વરસી રહ્યો છે.

gujarat rain update
વલસાડ જિલ્લામાં મોસમનો કુલ 60 ઇંચ વરસાદ નોંધાયો

By

Published : Aug 23, 2020, 6:18 PM IST

વલસાડઃ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં દોઢ ઇંચ કરતાં પણ મોસમનો વધુ વરસાદ નોંધાયો છે, પરંતુ આ વર્ષે જિલ્લામાં અત્યાર સુધી માત્ર 60 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

આજે રવિવારની વહેલી સવારથી જ વરસાદી વાતાવરણને પગલે અનેક નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વહેલી સવારે છ વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં પડેલા વરસાદમાં સૌથી વધુ વરસાદ પારડીમાં ૨ ઇંચ જેટલો નોંધાયો છે. આ સાથે ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે વલસાડ જિલ્લાના મધુબન ખાતે આવેલા ડેમમાં પાણીની આવક પણ વધી રહી છે. હાલ મધુબન ડેમની પાણીની સપાટી 75.20 મીટર ઉપર પહોંચી છે, જ્યારે Inflow 18,999 ક્યૂસેક પાણીની આવક ઉપર Outflow 36,786 ક્યૂસેક પાણી ડેમના 4 દરવાજા 2 મીટર ખોલી છોડવામાં આવી રહ્યું છે.

વલસાડ જિલ્લામાં મોસમનો કુલ 60 ઇંચ વરસાદ નોંધાયો

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી બે દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. જેના પગલે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી વલસાડ જિલ્લામાં મેઘરાજાએ મહેર કરી છે અને વરસાદ સતત વરસી રહ્યો છે. જેના પગલે અનેક વિસ્તારોમાં નીંચાણવાળા ખેતરમાં પાણી ભરાયા છે, તો સાથે-સાથે હજુ પણ વરસી રહેલા વરસાદને પગલે ખેડૂતોમાં આનંદની લાગણી છે. તેમ છતાં જિલ્લામાં ઓછો વરસાદ વરસ્યો છે.

વલસાડ જિલ્લામાં મોસમનો કુલ 60 ઇંચ વરસાદ નોંધાયો

આંકડાકીય મળતી માહિતી પ્રમાણે વલસાડ જિલ્લામાં મોસમનો કુલ વરસાદ 150 ઇંચ કરતાં પણ વધુ નોંધાય છે. પરંતુ આ વર્ષે ચોમાસુ પૂર્ણ થવાની તૈયારીમાં છે, ત્યારે હજુ સુધી મોસમનો કુલ વરસાદ માત્ર 60 ઇંચ જેટલો જ રહ્યો છે. આજે વહેલી સવારે છ વાગ્યાથી બપોરના 2:00 વાગ્યા સુધીના વરસાદના આંકડાની વાત કરીએ તો, ઉમરગામ ૧ ઇંચ, કપરાડા 1 ઇંચ, ધરમપુર 1 ઇંચ સૌથી વધુ પારડીમાં ૨ ઇંચ, વલસાડમાં ઝીરો અને વાપીમાં ઝીરો વરસાદ નોંધાયો છે.

આ મોસમના કુલ વરસાદની વાત કરીએ તો અત્યાર સુધીમાં ઉમરગામ તાલુકામાં 73 ઇંચ જેટલો વરસાદ, કપરાડામાં 63 ઇંચ, ધરમપુર તાલુકામાં 56 ઇંચ, પારડી તાલુકામાં ૪૯ ઇંચ, વલસાડ જિલ્લામાં 69 ઇંચ અને વાપીમાં 55 ઇંચ વરસાદ નોંધાયો છે. આમ અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 60 ઇંચ વરસાદ વરસ્યો છે.

નોંધનીય છે કે, ધરમપુર અને કપરાડા વિસ્તારના કેટલાક ગામોમાં વરસાદ ખેંચાઇ જવાના કારણે બે મહિના અગાઉ પીવાના પાણીની ખૂબ જ તંગી વર્તાઇ હતી. આ ઉપરાંત વરસાદ આવ્યા બાદ લગભગ એક માસ સુધી વરસાદ ખેંચાઇ જતાં ડાંગરની ખેતી કરનારા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા હતા. કારણ કે એકવાર ડાંગર ખેતરમાં નાખ્યા બાદ તેને ફરીથી વરસાદી માહોલમાં ફેરરોપણી કરવાની થતી હોય છે. પરંતુ મેઘરાજાએ મહેર કરતાં હાલ તમામ ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details