વલસાડઃ જિલ્લાના ધરમપુરમાં રહેતા ડો.નીતિન પટેલની 6 વર્ષીય દીકરી જે અતુલ વિદ્યાલયમાં ધોરણ 1માં અભ્યાસ કરે છે. જેના દ્વારા કોરોના જેવી બીમારી સામે કેવી રીતે બચી શકાય તેનાથી બચવા દો ગજ દુરી, માસ્ક પહેરવું જેવા વિવિધ મહત્વ પૂર્ણ મેસેજ થકી એક વીડિયો સમગ્ર વિશ્વ સમક્ષ સોશિયલ મીડિયામાં મુક્યો છે. નાનકડી ઉંમર માં કોરોના જેવી બીમારી સામે જાગૃતતા લાવવા મેસેજ આપનારી આ બાળકી કિયાના ખૂબ વાચાળ અને ગજબની પ્રતિભા ધરાવે છે .
કોરોનાની મહામારીથી બચવા 6 વર્ષની તબીબની દીકરીએ આપ્યો સંદેશ - lockdown effect in valsad
વૈશ્વિક મહામારી કોરોનાથી બચવા માટે સરકાર જાગૃતતા લાવવા પ્રયાસ કરી રહી છે. ત્યારે ધરમપુરના એક તબીબની દીકરીએ એક નાનકડા વીડિયો થકી કોરોનાથી બચવાના ઉપાય અને જાગૃતતા ફેલાવતા સંદેશો સમગ્ર વિશ્વ સમક્ષ મુક્યો છે. કોરોના જેવા રોગથી બચવા માટેની મહત્વના સૂચનો કર્યા છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલો આ વીડિયો હાલ ખૂબ જોવાઇ રહ્યો છે.

કોરોનાની મહામારીથી બચવા 6 વર્ષની તબીબની દીકરીએ આપ્યો સંદેશ
કોરોનાની મહામારીથી બચવા 6 વર્ષની તબીબની દીકરીએ આપ્યો સંદેશ
નોંધનીય છે કે, કોરોના જેવી બીમારી અંગે ભલે મોટેરાઓ જાણવા છતાં ઘણી વાર અજાણ બનતા હોય છે. પણ નાના ભૂલકાઓના માનસ ઉપર પણ કોરોના જેવી બીમારી ઘર કર્યુ છે અને એનાથી બચવાના ઉપાયો પણ તેઓ જાણે છે એ ખૂબ મહત્વનું કહી શકાય છે.