- ભાજપના મહામંત્રી સહિત 6ને કરાયા સસ્પેન્ડ કરાયા
- પક્ષ વિરુદ્ધ જઈને ઉમેદવારી કરનારા સામે ભાજપે લીધા આકરા પગલાં
- 6 જેટલા વલસાડના ભાજપના સભ્યોને 3 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા
વલસાડ : જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ પક્ષ વિરુદ્બ જઈને કામગીરી કરનારા સામે પાર્ટીએ આકરા પગલાં લેતા પ્રથમ તબક્કામાં 14 લોકોને 3 વર્ષ માટે પોતાના પદ ઉપરથી સસ્પેન્ડ કરી દીધા છે. બીજા તબક્કામાં વલસાડ શહેર અને તાલુકાના કુલ 6 જેટલા જુના કાર્યકરોને 3 વર્ષ માટે પક્ષમાંથી બરતરફ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન ભાજપે ટિકિટ ન આપતા નારાજ થયેલ અનેક કાર્યકરોએ પક્ષની પરવા કર્યા વિના પક્ષ વિરોધમાં જઈ ઉમેદવારી નોંધાવી છે. તો કેટલાક લોકોએ પક્ષ વિરોધી કામગીરી કરી રહ્યા હોય વલસાડ ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ 6 જેટલા લોકોને 3 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. જેને લઇને પક્ષ વિરોધી કામગીરી કરનારમાં ચકચાર મચી ગઈ હતી.
કોને-કોને બીજા તબક્કામાં પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા
- હરીશ ખાલપા ભાઈ પટેલ, ભાજપના મહામંત્રી
- કેતન અરવિંદ ભાઈ પટેલ, પારનેરા ગામના સરપંચ
- ધર્મેશભાઈ શંકર ભાઈ પટેલ, જૂજવા ગામના સરપંચ
- ધર્મેશ બાબુભાઇ પટેલ, ભાગડા વાળા ગામના માજી સરપંચ
- સતિષભાઈ છગન ભાઈ પટેલ, ઘડોઈ ગામના માજી સરપંચ
- બકુલ પ્રભુદાશ ગોર, પક્ષના ઓનલાઇન સભ્ય