વલસાડ પોલીસે 31 ડિસેમ્બરની રાત્રે અનેક સ્થળ પર ચેકિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન દારૂનો નશો કરીને વાહન ચલાવનાર 500થી વધુ લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે દમણથી ગુજરાતમાં પ્રવેશતા માર્ગ પર પાતળીયા ચેકપોસ્ટ પર બ્રેથ ઇંલાઈઝર મશીનનો ઉપયોગ કરીને દમણથી ગુજરાતમાં પ્રવેશતા અનેક લોકોને ઝડપી પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વલસાડ પોલીસે વલસાડના 5 ગામ અને 90 સ્થળે ચેકિંગ હાથ ધર્યું હતું.
થર્ટી ફર્સ્ટ: દમણથી નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશતા 500થી વધુ લોકોને પોલીસે ઝડપી પાડ્યા - valsad news
વલસાડ: દેશ સહિત વિશ્વમાં ધામધૂમથી થર્ટી ફસ્ટની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતના ઘણા લોકો થર્ટી ફસ્ટની ઉજવણી કરવા માટે દમણ જતા હોય છે. વલસાડ જિલ્લા પોલીસે 31 ડિસેમ્બરે દારૂનો નશો કરીને દમણથી ગુજરાતમાં પ્રવેશતા અને નશો કરી વાહન ચલાવતા લોકોને વલસાડમાં વિવિધ સ્થળો પર ચેકિંગ કરીને ઝડપી પાડ્યા હતા.

વલસાડ
દમણથી નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશતા 500થી વધુ લોકોનો પોલીસે ઝડપી પાડ્યા
31 ડિસેમ્બરથી મોડી રાત સુધી વલસાડના 8 જેટલા પોલીસ મથકમાં 500થી પણ વધુ લોકોને પોલીસે નશો કરેલી હાલતમાં ઝડપી લીધા હતા. વલસાડમાંથી 19, પારડીમાં 105, વાપી ટાઉનમાં 35, વાપી GIDCમાં 59, ડુંગરામાં 55, ધરમપુરમાં 15, ઉમરગામમાં 80, કપરાડામાં 41 જેટલા નશાખોરોની પોલીસે ધરપકડ કરી હતી. ગત વર્ષે માત્ર 100 લોકો ઝડપાયા હતા, આ વર્ષે એના કરતા ત્રણ ઘણા લોકોને રાત્રીના 12 પહેલા પોલીસે ઝડપી લીધા હતા.