ધરમપુર તાલુકાના માંકડબન ગામેથી વહેતી કોલક નદીમાં વરસાદને પગલે આવેલા પૂરમાં પાંચ વર્ષીય એક અજાણી બાળકીનો મૃતદેહ તણાઈ આવ્યો હતો. જોકે બુધવારે વહેલી સવારે ગામના કેટલાક લોકો નદી કિનારે પસાર થતા હતા, ત્યારે આ બાળકીનો મૃતદેહ નજરે ચડતા તેમણે ગામના સરપંચને સમગ્ર બાબતે જાણકારી આપી હતી. ગામમાં સરપંચે સોમાભાઈ કાનાતે બાળકીના મૃતદેહ અંગેની જાણકારી ધરમપુર પોલીસને કરતા ધરમપુર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને અજાણી બાળકીના ઓળખ કરવા માટે પોલીસે તપાસ હાથ ધરી હતી.
વલસાડની કોલકનદીમાંથી 5 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો - Gujarati News
વલસાડઃ જિલ્લાના ધરમપુર તાલુકાના માંકડબન ગામ નજીકથી વહેતી નદીમાંથી બુધવારે પાંચ વર્ષિય એક અજાણી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જાણકારી મળતા ગામના સરપંચે ધરમપુર પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ સ્થળ પર પહોંચી મૃતક બાળકીની ઓળખ કરવા માટે તપાસ હાથ ધરી હતી.

5 વર્ષીય અજાણી બાળકીનો મૃતદેહ
ધરમપુર પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અજાણી બાળકી અંદાજિત પાંચ વર્ષની છે અને શરીરે ફ્રોક પહેરેલું છે. આ બાળકીના વાલી વારસો કોણ છે તેની તપાસ શરૂ કરવા માટે તેમણે સોશિયલ મીડિયાનો સહારો લઈ વોટ્સએપના અનેક ગ્રુપોમાં તેમજ શિક્ષકો આશ્રમશાળાઓ સ્કૂલો અને ધરમપુરના વિવિધ ક્ષેત્રમાં બાળકીના ફોટાઓ મોકલી તેના વાલી વારસો અને જાણકારી મળે તે માટેની તજવીજ હાથ ધરી છે.