વલસાડ પાલિકામાં હંગામી ધોરણે સફાઈ કામ કરતા 450થી વધુ કામદારોને કાયમી કરવા માટે કોર્ટે પાલિકાને હુકમ કર્યો હતો, પરંતુ પાલિકાના શાસકો દ્વારા કોર્ટના હુકમની પણ અવગણના કરી હતી. જેથી આ તમામ કામદારોએ હડતાલ કરી દીધી હતી. છેલ્લા 58 દિવસની હડતાલ બાદ પણ પાલિકા સંચાલકોએ કોઈ રસ ન દાખવતા તારીખ 8-4-19થી 6 કામદારો આમરણાંત ભૂખ હડતાલ ઉપર ઉતર્યા હતા. જેમાં આજે 5માં દિવસે ગરમી અને ઉપવાસને કારણે 3 કામદારોની તબિયત લથડી પડતા તેમને પાલિકા સંચાલિત સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
વલસાડ પાલિકા સામે ભૂખ હડતાલ પર ઉતરેલા 5 કામદારોની તબિયત લથડી - government
વલસાડઃ નગરપાલિકાના 450 કામદારોને કાયમી કરવા બાબતે છેલ્લા 90 દિવસથી હડતાલ ચાલી રહી છે. કામદારો ઉપવાસ પર ઉતરવા છતાં કોઈ નિર્ણય ન આવતા ગત 8મી તારીખથી તેઓ આમરણાંત ભૂખ હડતાલ ઉપર ઉતર્યા હતા. જેમાંથી આજે 5માં દિવસે 3 કામદારોની તબિયત લથડી હતી. કામદારોને સારવાર માટે પાલિકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સ્પોટ ફોટો
નોંધનીય છે કે, વલસાડ પાલિકા ભાજપ શાસિત છે અને તેમના સત્તાધીશો દ્વારા કામદારોને કાયમી કરવા માટે કોર્ટે કરેલા હુકમને પણ ઘોળીને પી જતા 450 કામદારોના ઘરના ચૂલા પણ હાલ બંધ થઈ ચૂક્યા છે. શનિવારે ભૂખ હડતાલ ઉપર ઉતરેલા 3 કામદારોની તબિયત લથડી જતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.