ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈ ભેદભાવ વગર પાલિકા જરૂરી મદદ પુરી પાડી રહી છે: પાલિકા પ્રમુખ

વાપી નગરપાલિકા વિસ્તારના ગોદાલ નગર અને ચલા વિસ્તારમાં કોરોના પોઝિટિવ દર્દી મળી આવ્યાં બાદ આ બંને વિસ્તાર સિલ કરી દેવામાં આવ્યા છે. જો કે, તંત્રની તબક્કાવારની પહેલને કારણે લોકોમાં બંને વિસ્તારમાં ભેદભાવ રખાયો હોવાની અફવા ઉડી હતી. જેને નગરપાલિકા પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલે રદિયો આપ્યો હતો.

Godal Nagar area of ​​Vapi
વાપી ગોદાલ નગર

By

Published : May 22, 2020, 11:51 AM IST

વલસાડ : વાપીના ગોદાલ નગર વિસ્તારમાં 5 કોરોના પોઝિટિવ કેસ આવ્યા બાદ આ આખા વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે. જે સમયગાળા દરમ્યાન જ ચલા વિસ્તારમાંથી પણ 2 કેસ પોઝિટિવ આવતા પ્રથમ દિવસે નગરપાલિકાએ માત્ર સતાધાર સોસાયટીને જ કોર્ડન કરી હતી. જેને લઈને ગોદાલનગરના લોકોમાં નારાજગી ઉઠી હતી કે, તેઓ સાથે ભેદભાવભર્યું વર્તન થયું છે. આ અફવા સામે વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલે જણાવ્યું હતું કે, વહીવટી તંત્રના આદેશ મુજબ બંને વિસ્તારમાં કોર્ડન કરવામાં આવ્યું છે. નિયમોમાં ક્યાંય કોઈ છૂટછાટ નથી. બન્ને વિસ્તારમાં સરખું જ કોર્ડન કરવામાં આવ્યું છે.

વાપી નગરપાલિકા

આ ઉપરાંત નગરપાલિકા દ્વારા 7 જેટલા વોલેન્ટીયર ની ટીમ બનાવી છે. જે બને સ્થળો પર જીવન આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડે છે. ગોદાલનગરના રહીશોને પણ જરૂરિયાત મુજબની ચીજવસ્તુઓ પુરી પાડવામાં આવે છે. બન્ને વિસ્તારમાં સાફસફાઈ અને સેનેટાઇઝર કરવામાં આવે છે. હાલ રમઝાન માસ ચાલે છે. તેમાં મુસ્લિમ બિરાદરો નિર્ભય બની બંદગી કરી શકે તે માટે પણ બનતી મદદ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details