વલસાડઃ જિલ્લામાંથી ગોવા ખાતે આવેલી નુસી મેરિટાઇમ બોર્ડમાં 46 વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે ગયા હતાં. જોકે અચાનક લોકડાઉન થતા તેઓ ત્યાં ફસાઈ ગયા હતા.
ગોવામાં નુસી મેરિટાઇમ બોર્ડમાં અભ્યાસ માટે ગયેલા વલસાડના 46 વિદ્યાર્થીઓ પરત ફર્યા ગોવા ગ્રીન ઝોનમાં આવ્યા બાદ 46 વિધાર્થીઓને ખાનગી બસ મારફતે ગોવાથી વલસાડ લાવવામાં આવ્યાં હતાં. જ્યાં તેઓનું સ્ક્રીનીંગ કર્યા બાદ 14 દિવસ ક્વોરેન્ટાઇન કરવાની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
ગોવામાં નુસી મેરિટાઇમ બોર્ડમાં અભ્યાસ માટે ગયેલા વલસાડના 46 વિદ્યાર્થીઓ પરત ફર્યા વલસાડ જિલ્લાના કથા વિસ્તારના ગામોમાં માછીમારી કરતા અનેક પરિવારોના યુવાનો ગોવા ખાતે મેરિઇટાઈમ બોર્ડમાં અભ્યાસ અર્થે ગયા હતાં. જે પૈકી 46 જેટલા વલસાડ જિલ્લાના વિધાર્થીઓ નુસી એકેડમી ખાતે લોકડાઉન થતા ફસાઈ ગયા હતા. ખાનગી બસ મારફતે ગોવાથી વલસાડ લાવવામાં આવ્યા હતાં. વળી ગોવામાં 7 કેસ કોરોનાના આવ્યા હતાં.
બાદમાં ગોવા પ્રસાશનની મહેનતથી સાતે કોરોના દર્દી સજા થઈ જતા ગોવામાં છેલ્લા એક માસથી એક પણ કોરોના કેસના નોંધાતા ગ્રીન ઝોન જાહેર કરાયો હતો. જે બાદ 46 યુવાનોએ સરકારમાં રજૂઆત કરી હતી અને પ્રાઇવેટ બસને મંજૂરી અપાઈ હતી, ત્યાર બાદ વલસાડના વિદ્યાર્થીઓ ઘણા દિવસો બાદ 46 વિધાર્થીઓ પોતાના ઘરે પરત ફર્યા છે.
જ્યારે ગોવાથી પરત ફરેલા તમામ 46 વિદ્યાર્થીઓ વલસાડ આવી પહોંચતા આરોગ્ય વિભાગ દ્વારા તેમનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું અને ક્વોરેનટાઇન કરવાની તજવીજ વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાઈ છે.