ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા 40 બહેનોને બ્રહ્મનારી ગૌરવ એવોર્ડથી સન્માનિત કરાઈ - vapinews

8મી માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે. વલસાડ જિલ્લાના વાપીમાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા બ્રહ્મનારી ગૌરવ એવોર્ડ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ, સામાજિક નેતૃત્વ કરનારી અને સમાજને અનોખી રાહ બતાવનારી 40 જેટલી પ્રતિભા સંપન્ન મહિલાઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી.

etv bharat
બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા 40 બહેનોને બ્રહ્મનારી ગૌરવ એવોર્ડથી સન્માનિત કરાઈ

By

Published : Mar 8, 2020, 10:35 PM IST

Updated : Mar 9, 2020, 11:41 AM IST

વાપી : વલસાડ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મંડળ દ્વારા આગવી પ્રતિભા ધરાવતી 40 બહેનોને બ્રહ્મનારી ગૌરવ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી. આ અંગે સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળના પ્રમુખ વર્ષાબેન રાવલે જણાવ્યું હતું કે, આ સન્માન કાર્યક્રમમાં 32 મહિલાઓ એવી છે. જેને વિવિધક્ષેત્રે સમાજનું નામ રોશન કરી અનેક પુરસ્કાર એનાયત કર્યા છે.

જ્યારે અન્ય 8 મહિલાઓ સમાજની પૂર્વ પ્રમુખ છે. જેનાથી સમાજમાં મહિલા ઉથ્થાન માટે અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી છે. નારી સન્માન એવોર્ડ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના આદિજાતિ પ્રધાન રમણ પાટકર, પારડી વિધાનસભાના ધારાસભ્ય કનું દેસાઈ, વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલ સહિત સમાજની ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન મહિલાઓના હસ્તે શિક્ષણક્ષેત્રે, સામાજિક સ્તરે, પતંજલિ યોગ, કરાટે ચેમ્પિયન, વન અને પર્યાવરણ સહિતના ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ સેવા આપનાર 40 મહિલાઓને સાલ ઓઢાડી બ્રહ્મનારી એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી.

બહેનોને બ્રહ્મનારી ગૌરવ એવોર્ડથી સન્માનિત કરાઈ

સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ સમાજ ઉપયોગી અનેક પ્રવૃત્તિ કરે છે. ત્યારે અન્ય સમાજની બહેનો પણ આવી પ્રવૃત્તિ કરી સમાજની પ્રતિભા સંપન્ન મહિલાઓને જરૂરી તમામ મદદ કરી આગળ લાવે તેવી અપીલ કરી હતી. આ કાર્યક્રમ દરમ્યાન રસોઈકળા, સીવણકળા, ગૃહસુશોભનની ચીજવસ્તુઓ બનાવતી કે ગૃહઉદ્યોગ થકી પરિવારને મદદરૂપ થતી મહિલાઓ માટે ખાસ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો લાભ સમાજની મહિલાઓએ લીધો હતો.

Last Updated : Mar 9, 2020, 11:41 AM IST

ABOUT THE AUTHOR

...view details