વલસાડ: વલસાડ જિલ્લામાં આજે વધુ 4 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેને લઇને લોકોમાં ફફડાટનો માહોલ છે. જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. 2 દિવસ અગાઉ લેવામાં આવેલા કોરોનાની તપાસના સેમ્પલનો આજે રિપોર્ટ આવ્યો હતો. જેમાં ઉમરગામના સંજાણમાં, વાપીમાં વધુ 2 તેમજ બગવાડા ખાતે 1 મહિલાને આમ કુલ 4 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. જો કે, આ ચારેયને મેડિકલ ટીમ દ્વારા આઇસોલેશન વોર્ડમાં લઈ જવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વલસાડ જિલ્લામાં આજે વધુ 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, જિલ્લામાં કુલ કેસ 62 - વલસાડ કોરોના ન્યૂઝ
વલસાડ જિલ્લામાં આજે વધુ 4 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેને લઇને લોકોમાં ફફડાટનો માહોલ છે. જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. 2 દિવસ અગાઉ લેવામાં આવેલા કોરોનાની તપાસના સેમ્પલનો આજે રિપોર્ટ આવ્યો હતો. જેમાં ઉમરગામના સંજાણમાં, વાપીમાં વધુ 2 તેમજ બગવાડા ખાતે 1 મહિલાને આમ કુલ 4 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. જો કે, આ ચારેયને મેડિકલ ટીમ દ્વારા આઇસોલેશન વોર્ડમાં લઈ જવાની કામગીરી હાથ ધરવામાં આવી છે
વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં જિલ્લાકક્ષાના 62 કેસો સામે આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 4696 સેમ્પલ લેવામાં આવ્યા છે. 4631 કેસો નેગેટિવ આવ્યા છે. જો કે, હજુ ત્રણ જેટલા સેમ્પલના રિપોર્ટ આવવાનો બાકી છે. આજે બપોર સુધી આવેલા સેમ્પલના રિપોર્ટમાં 4 વધુ કોરોનાના દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં ઉમરગામના સંજાણ ખાતે 50 વર્ષના પુરુષ જે ખાના ખજાના હોટલની બાજુમાં રહે છે. વાપી વિસ્તારમાં આવેલા અહમદનગરમાં રહેતા 52 વર્ષીય પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે. તો બીજી તરફ મંદિરોના ગામ ગણાતા બગવાડા માં 28 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જ્યારે વાપીના મોરારજી સર્કલ નજીક રહેતા 51 વર્ષીય પુરુષને પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આમ આજે સાંજે આ ચાર કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આ તમામ દર્દીઓને વલસાડના સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશનમાં લઈ જવા માટેની તજવીજ હાથ ધરી છે. તો તેમના નિવાસસ્થાને આસપાસના વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
મહત્વનું છે કે, આરોગ્ય વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં બહારથી આવતા લોકોના કેસોને જિલ્લામાં ગણવામાં આવતા નથી. જ્યારે જિલ્લામાં રહેતા લોકોને જ પોઝિટિવ આવે તો તેઓને જિલ્લામાં ગણવામાં આવે છે. આમ અત્યાર સુધીમાં વલસાડ જિલ્લાના જ રહેવાસી હોય એવા 62 જેટલા કેસો સામે આવ્યા છે.