- વાપીમાં ઓરિસ્સાથી ગાંજો લાવતા પિતા-પુત્ર સહિત 4 ઝડપાયા
- કારમાં બનાવેલા ચોરખાનામાં 16.241 કિલોગ્રામ ગાંજો મળ્યો
- 2 આરોપીઓ 2016થી કરે છે ગાંજાની હેરાફેરી
દમણ :- ઓરીસ્સાથી ગુજરાતના વાપી ખાતે કારમાં ચોરખાના બનાવી ગાંજો લાવતા 4 ઇસમોની SOGએ ધરપકડ કરી હતી. SOGની ટીમે ઇનોવા કારમાં ચકાસણી કરતા તેમાં બનાવેલા ચોરખાનામાંથી 16.241 કિલો ગ્રામ ગાંજો જેની કિંમત 1,62,410 રૂપિયા હતી. પકડાયેલા 4 આરોપી પાસેથી મોબાઈલના અને રોકડા મળી 16,800 રૂપિયા સાથે કુલ 11,79,210 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસની આગળની તપાસ વાપી ટાઉન પોલીસ સ્ટેશનને સોંપાઇ હતી.
પોલીસે બાતમીના આધારે કરી ધરપકડ
વલસાડ જિલ્લામાં નાર્કોટીક્સ પદાર્થોની હેરાફેરી અને વેચાણ કરતા ઇસમો પર કાર્યવાહી કરવા માટે IG ડૉ.એસ.પી.રાજકુમાર અને જિલ્લા SP ડો.રાજદીપસિંહ ઝાલાની સૂચના મુજબ SOG શાખાના PI વી.બી.બારડ તેમની ટીમ સાથે શનિવારે વાપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે વાપી ગીતાનગર માનસી હોટલ પાછળ આવેલ મેજેસ્ટીક હોમ સોસાયટીના કમ્પાઉન્ડમાં ઇનોવા કાર નં.GJ15-CA-7101માં ચકાસણી કરતા તેમાં બનાવેલા ચોરખાનામાંથી 1,62,410 રૂપિયાની કિંમતનો 16.241 કિલો ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
આ પણ વાંચો : સુરત જિલ્લા SOGએ 5.49 લાખના ગાંજા સાથે બસ ચાલકને ઝડપી પાડ્યો
11.79નો મુદ્દામાલ કબ્જે કર્યો
SOG ની ટીમે કાર સાથે પકડાયેલા 4 આરોપી પાસેથી 4 મોબાઇલ રૂપિયા.8,000, તથા રોકડા રૂપિયા.8,800 અને કારની રૂપિયા 10,00,000 ગણી કુલ રૂપિયા 11,79,210 નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ વાપી ટાઉન પોલીસ સ્ટેશનને સોંપાઇ હતી. SOGએ ઇનોવા કારમાં ગાંજા સાથે આરોપી શરીફ મોહંમદ સલીમ શેખ, અબ્દુલ રહેમાન જબ્બાર ખલીફા, મુરલીધર ઉર્ફે પપ્પુ દેવરાજ શેટ્ટી અને પ્રફુલ્લા ઉર્ફે પરૂ સનીયા શેટ્ટીની ધરપકડ કરી છે.
આ પણ વાંચો : રાજકોટ પોલીસે 10 કિમી કારનો પીછો કરી બે શખ્સો સહિત 41 કિલો ગાંજો ઝડપ્યો
2 વાપીના અને 2 ઓરિસ્સાના આરોપીઓની ધરપકડ
આ અંગે વાપી ડિવિઝનના DYSP વી. એમ. જાડેજાએ આપેલી વિગતો મુજબ વાપીના ગીતાનગરમાં રહેતો આરોપી શરીફ મોહંમદની વર્ષ 2019માં ભીલાડ ચેકપોસ્ટ પાસેથી 60 કિલો ગાંજા સાથે ધરપકડ થઇ હતી. જ્યારે વર્ષ 2020માં 15 કિલો ગાંજા કેસમાં વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં તે વોન્ટેડ છે. તેમજ આરોપીના પિતા સલીમ મોહંમદ શેખની પણ વર્ષ 2016માં વાપી ટાઉન અને ભીલાડ પોલીસમાં NDPS ના ગુનામાં SOG દ્વારા ધરપકડ કરાઈ હતી. શરીફ મોહમ્મદ સાથે પકડાયેલ આરોપી મુરલીધર અને પ્રુફુલ્લા ઓરીસ્સાના ગંજામ જિલ્લાથી ગાંજાનો જથ્થો ઇનોવા કારમાં ડ્રાઇવર અને ક્લીનર સીટની નીચેના ભાગે તથા ડીકીમાં ચોરખાના બનાવી આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર થઇ 1700 કિ.મી. અંતર કાપી વાપી લઇ આવ્યા હતા.