ગુજરાત

gujarat

ETV Bharat / state

Vapi News : વાપીના સરીગામમાં બસ ચાલકને માર મારનાર 4 આરોપીઓની એટ્રોસિટી એક્ટ હેઠળ ધરપકડ - 4 આરોપીઓની ધરપકડ કરી

ઉમરગામ તાલુકાના સરીગામ બજારમાં બસ અને બાઈક ચાલક વચ્ચે બબાલ થઈ હતી. પરિણામે ખાનગી બસના ચાલકને દ્વિચક્રી વાહન ચાલક યુવક અને તેના સાથીઓએ ઢોર માર્યો હતો. બનાવને પગલે બજારમાં દોડધામ મચી ગઈ હતી. જો કે મોડી રાત્રે આદિવાસી સમાજના લોકો એકત્ર થતા પોલીસ દોડતી થઈ હતી. ઘટનામાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી એટ્રોસિટી એક્ટ હેઠળ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

Vapi News : વાપીના સરીગામમાં બસ ચાલકને માર મારનાર 4 આરોપીઓની એટ્રોસિટી એક્ટ હેઠળ ધરપકડ
Vapi News : વાપીના સરીગામમાં બસ ચાલકને માર મારનાર 4 આરોપીઓની એટ્રોસિટી એક્ટ હેઠળ ધરપકડ

By

Published : Apr 2, 2023, 10:18 PM IST

વાપી :ઉમરગામ તાલુકાના સરીગામના મુખ્ય બજારમાંથી પસાર થતા ખાનગી બસ ચાલક ધર્મેશ ધુમાડા અને દ્વિચક્રી વાહન ચાલક વચ્ચે ઓવરટેક મુદ્દે બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી. જેમાં દ્વિચક્રી વાહન ચાલકે પોતાના સાગરીતો બોલાવી બસને બજારમાં પોતાની દુકાન સામે ઉભી રખાવી બસ ડ્રાઇવર ધર્મેશને બેટ અને પાઈપથી માર માર્યો હતો. તેમજ અપશબ્દો કહ્યા હતાં. આ ઘટનાના વીડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. જેને લઈને આદિવાસી સમાજમાં ભારે રોષ ભભૂક્યો હતો. આદિવાસી સમાજના લોકો યુવકની દુકાન આગળ એકઠા થયા હતાં. મામલો બીચકે તે પહેલાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.

એટ્રોસિટી એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી :આ ઘટના અંગે વાપી DYSP બી. એન. દવે એ વિગતો આપી હતી કે, મારામારી, ગાળાગાળીની આ ઘટનામાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીઓ એવા ધવલ કહાર, આશિષ કહાર, નિલેશ કહાર અને સુશીલ નાયકા સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી કડકમાં કડક કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :Cyber Scam: વર્ક ફ્રોમ હોમના નામે આવતી જાહેરાતોથી ચેતજો, નહીં તો ખિસ્સા થઈ જશે ખાલી

આદિવાસી યુવકને માર મારનાર 4 આરોપીની ધરપકડ :આ ઘટના અંગે આદિવાસી સમાજમાં પણ ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. આદિવાસી સમાજના લોકો ઘટના દરમિયાન રાત્રે એકત્ર થયા બાદ બીજા દિવસે શનિવારે પણ એકત્ર થયા હતાં. અને સમગ્ર ઘટના અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ને રજુઆત કરી હતી. જે બાદ આ ઘટનાની તપાસ કરી રહેલા DYSP આર. ડી. ફળદુ ને ભિલાડ પોલીસ મથકે રૂબરૂ મળી આદિવાસી યુવકને માર મારનાર યુવકો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માંગ કરી હતી. જે અંગે ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખ રમેશ ધ્રાંગડા અને યુવા શક્તિ સંગઠનના પ્રમુખ મિતેષ પટેલે જણાવ્યું હતું કે, ન્યાયની માંગ સાથે રજૂઆતો કરી છે, હાલ પોલીસે પકડાયેલા આરોપીઓને કડકમાં કડક સજા થાય તેની બાંહેધરી આપી છે. તમામ આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહીત અલગ અલગ કલમો મુજબ ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :આકાંક્ષા દુબેના મોત પહેલા પોલીસને CCTV ફૂટેજ મળ્યા, હવે આ લોકો શંકાના દાયરામાં

ખાનગી કંપનીની બસમાં ડ્રાઇવર છે :આ ઘટનામાં બસ ચાલક ધર્મેશ ધુમાડા સરીગામ નજીક આવેલ માંડા ગામનો રહેવાસી છે. તે એક ખાનગી કંપનીની બસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. મારમારીની ઘટનામાં તેને શરીર પર બેટ અને પ્લાસ્ટિકના પાઇપથી માર માર્યો હોય તેને સારવાર માટે વલસાડ સિવિલમાં મોકલવામાં આવ્યો છે. જ્યાં હાલ તે સારવાર હેઠળ છે. જ્યારે બોલાચાલી, ગાળાગાળી કરી માર મારનાર આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલાયા છે.

ABOUT THE AUTHOR

...view details