વલસાડઃ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આજે 37 જેટલા એન.સી.સી કેડેટનો સન્માન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. આ અવસરે જિલ્લા કલેકટર સી.આર.ખરસાણે જણાવ્યું હતું કે,એન.સી.સીના કેડેટએ લોકડાઉન સમયમાં કામગીરી બજાવી એ સરાહનીય છે.
લોકડાઉનમાં વિશેષ કામગીરી બદલ NCCના 37 કેડેટનું સન્માન કરાયું - કોરોના વાયરસ સામેની જંગ
કોરોના વાયરસ સામેની જંગમાં પોલીસ વિભાગની સાથે એન.સી.સી.ના કેડેટએ સહાયરૂપ બની કામગીરી બજાવી હતી. આ એન.સી.સીના કેડેટસોને પ્રમાણપત્ર અને મેડલ આપવાનો કાર્યક્રમ જિલ્લા કલેકટર સી.આર.ખરસાણ અને જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોશીની ઉપસ્થિતિમાં પોલીસ હેડ કવાટર્સ ખાતે યોજાયો હતો.
![લોકડાઉનમાં વિશેષ કામગીરી બદલ NCCના 37 કેડેટનું સન્માન કરાયું લોકડાઉનમાં વિશેષ કામગીરી બદલ 37 એન.સી.સી કેડેટનું સન્માન કરાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7270260-thumbnail-3x2-vlsad.jpg)
આ કામગીરીના અનુભવ થકી મુશ્કેલીના સમયમાં મેનેજમેન્ટ કઇ રીતે કરી શકાય તેની પ્રેકટીકલ જાણકારી મળવાની સાથે ભવિષ્યમાં ખૂબ ઉપયોગી નીવડશે. જિલ્લા પોલીસ અધિક્ષક સુનલિ જોશીએ એન.સી.સીના કેડેટની કામગીરીને બિરદાવી ઉજજવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. નોડલ લેફટેનન્ટ કમાન્ડર વિશાલ નાયરના માર્ગદર્શન હેઠળ કોરાના મહામારીમાં લોકડાઉન સમયે 37 જેટલા એન.સી.સી કેડેટએ ફરજ બજાવી હતી. આ અવસરે મહાનુભાવોના હસ્તે મેડલ અને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા.
એન.સી.સીના કેડેટએ પોતાના અનુભવો પણ વર્ણવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તૃષા પટેલ અને ભૂમિકા ચૌહાણે કર્યુ હતું. જયારે આભારવિધિ લેફટનન્ટ મુકેશભાઇએ આટોપી હતી. કોવિડ-19ના ધારાધોરણ મુજબ સમગ્ર કાર્યક્રમ સોશિયલ ડીસ્ટન્સ અને માસ્ક પહેરીને કરવામાં આવ્યો હતો.