વાપી: વલસાડ જિલ્લામાં શુક્રવારે નવા 17 દર્દીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. દમણમાં નવા 16 દર્દીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્યારે વલસાડમાં 11 તો, દમણમાં 15 દર્દીઓએ કોરોનાને માત આપી સાજા થયા હતા.
વલસાડ અને દમણમાં કોરોનાના 33 નવા કેસ નોંધાયા, કુલ 26 દર્દીઓ રિકવર - વલસાડમાં કોરોનાની સંખ્યા
શુક્રવારે વલસાડ જિલ્લામાં 15 અને દમણમાં 11 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. જોકે નવા 33 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.
વલસાડ જિલ્લાના કોરોના દર્દીઓની વાત કરીએ તો શુક્રવારે વધુ બે દર્દીઓના મોત નિપજ્યા હતા. જેમના મૃત્યુનું ચોક્કસ કારણ ડેથ ઓડિટ રિપોર્ટ આવ્યા બાદ નક્કી થશે. જિલ્લામાં શુક્રવારે નોંધાયેલા પોઝિટિવ દર્દીઓમાં વલસાડ-વાપીના 7-7 દર્દીઓ છે. તો ઉમરગામના 1 અને પારડીના 2 દર્દીઓનો સમાવેશ થાય છે.
જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 422 પોઝિટવ દર્દીઓ નોંધાયા છે, જેમાંથી હાલ 165 એક્ટિવ કેસ છે. જ્યારે 232 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
દમણમાં 16 નવા પોઝિટિવ દર્દીઓ સાથે કુલ દર્દીઓની સંખ્યા 315 પર પહોંચી છે, જેમાંથી 99 એક્ટિવ કેસ છે. જ્યારે 215 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.