- 33.60 લાખની છેતરપીંડીની થઈ ફરિયાદ
- 42 માસમાં નાણાં ડબલ કરી આપવા કરાવ્યું રોકાણ
- જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ અને અન્ય એક મળી શરૂ કરી હતી કંપની
- ફરિયાદ બાદ પોલીસે એકની કરી ધરપકડ
- SMPL કંપનીના બે સંચાલકો સામે પોલીસ ફરિયાદ
વલસાડ: શહેરમાં પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય ચેતન મંગુ પટેલ ઉર્ફે ચેતન વારી અને વિનોદ પ્રજાપતિએ SMPL કંપનીની સ્થાપના કરી હતી. લોકોને તેમાં પૈસા રોકાવી 42 મહિનામાં રોકેલા નાણાં ડબલ કરી આપવાનું જણાવ્યું હતું અને જો નાણાં ડબલ ન કરી આપે તો જમીનના પ્લોટ આપવાનું જણાવી એફિડેવિટ કરી આપવામાં આવી હતી.
આ પણ વાંચો:સુરતના 10થી વધુ વેપારીઓ સાથે હૈદરાબાદના અગ્રવાલ દંપતીએ કરી 42.55 લાખની છેતરપિંડી
લોકોને વિશ્વાસમાં લેવા એફિડેવિટ કરી આપતા હતા
લોકો પાસે 42 મહિનામાં નાણાં ડબલ કરી આપવા રોકાણ કરાવવા માટે એફિડેવિટ કરી આપી લોકોને વિશ્વાસમાં લેતા હતા અને અનેક લોકોને નાણાં ડબલ ન મળે તો જમીનના પ્લોટ આપવા માટે પણ જણાવ્યું હતું. જેને લઈ અનેક લોકો તેમના ઝાંસામાં આવી ઠગાઈનો ભોગ બન્યા છે.
આ પણ વાંચો:પોરબંદરના યુવાન સાથે થયું રૂપિયા 22,941નું સાયબર ફ્રોડ
લોકોએ કમાણીના નાણાં રોક્યા હતા
અનેક લોકોએ પોતાની મહેનતની કમાણીના નાણાં રોક્યા હતા, પરંતુ 42 મહિના વીત્યા બાદ મુદત પૂરી થયા પછી SMPL કંપની દ્વારા ના તો રોકાણકારોને નાણાં આપવામાં આવ્યા કે ન કોઈ જમીન પ્લોટ જે અંગે ભોગ બનેલા રોકાણકારોએ સિટી પોલીસ મથકે પોલીસ ફરિયાદ કરતા પોલીસે સમગ્ર બાબતે હાલ 33 લાખ 60 હજારની છેતરપીંડી અને GPID એક્ટ મુજબ ગુનો દાખલ કરી વિનોદ પ્રજાપતિની ધરપકડ કરી છે, જ્યારે જિલ્લા પંચાયતનો પૂર્વ પ્રમુખ ચેતન મંગુ પટેલ હાલ વોટેન્ડ જાહેર કરાયો છે.
SMPL કંપનીના બે સંચાલકો સામે પોલીસ ફરિયાદ હજુ તપાસમાં ભોગ બનેલા લોકો સામે આવે તો છેતરપીંડીનો આંક વધી શકે
સમગ્ર બાબતે વલસાડના DySP મનોજસિંહ ચાવડાએ જણાવ્યું કે, ફરિયાદ થયા બાદ હજુ પણ અનેક ભોગ બનનારા રોકાણકારો સામે આવી શકે છે. જેથી છેતરપીંડીનો આંક હજુ વધી શકે એમ છે, ત્યારે હાલ તો પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, જ્યારે આ મામલે વિનોદ પ્રજાપતિની ધરપકડ કરી છે.