ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં દારૂડિયાઓને રાખવા પોલીસે હોલ ભાડે રાખ્યો, 100ની ધરપકડ

વલસાડમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને પોલીસ એક્શન મોડમાં આવી ગઈ (Valsad Police Action against Drunkard) છે. અહીં વિવિધ ચેકપોસ્ટ (Valsad Police checking at Check post) પરથી દારૂનો નશો કરીને આવનારા 100 લોકોને પોલીસે ઝડપી (Pardi Police Action) પાડ્યા હતા. આ લોકોને રાખવા માટે પોલીસે હોલ પણ ભાડે રાખવો પડ્યો હતો.

વલસાડમાં દારૂડિયાઓને રાખવા પોલીસે હોલ ભાડે રાખ્યો, 100ની ધરપકડ
વલસાડમાં દારૂડિયાઓને રાખવા પોલીસે હોલ ભાડે રાખ્યો, 100ની ધરપકડ

By

Published : Dec 31, 2022, 1:50 PM IST

બ્રિધ એનલાઈઝર વડે ચેકિંગ હાથ ધરાયું

વલસાડ31 ડિસેમ્બરની પૂર્વ સંધ્યાએ વલસાડ પોલીસે પૂરજોશમાં કાર્યવાહી શરૂ (Valsad Police Action against Drunkard) કરી છે. પોલીસે 39 જેટલી ચેકપોસ્ટ ઉપર દારૂનો નશો કરીને આવનારા સામે કાર્યવાહી શરૂ કરાતા ફફડાટ ફેલાયો છે. પારડી પોલીસ સ્ટેશનના હદ (Pardi Police Action) વિસ્તારમાં આવતી કલ્સર ચેકપોસ્ટ (Valsad Police checking at Check post) ઉપર દમણથી પરત થતા 100 લોકોને ચેકિંગ દરમિયાન ઝડપીને (Valsad Police Action against Drunkard) કાર્યવાહી કરવામાં આવી હતી. આ તમામ લોકો દમણની સેલગાહમાંથી પરત ફરી રહ્યા હતા.

બ્રિધ એનલાઈઝર વડે ચેકિંગ હાથ ધરાયુંદમણ અને ગુજરાતની વચ્ચે આવેલી ગુજરાતની ચેકપોસ્ટ (Kalsar Check Post Valsad) પાટલિયા અને કલસર ઉપર પારડી પોલીસ સ્ટેશનના (Pardi Police Station) અનેક પોલીસકર્મીઓ બ્રિધ એનાલાઈઝર સાથે આવતા જતા વાહનચાલકોનું ચેકિંગ કરતા જોવા મળ્યા હતા. સાથે જ આ મશીનમાં આલ્કોહોલનું પ્રમાણ વધુ પ્રમાણમાં આવતા તેવા લોકોને પકડી લઈ તેમની સામે કાર્યવાહી કરવામાં (Valsad Police Action against Drunkard) આવી હતી.

કલ્સર ચેકપોસ્ટ પરથી 100 લોકો ઝડપાયા31 ડિસેમ્બરના (31st celebration in Valsad) રોજ પોલીસ પકડી લેશે. એવા ડરથી કેટલાક લોકો 30 ડિસેમ્બરના રોજ એટલે કે એક દિવસ આગળ જ દમણની સેલગાહૈમાં પહોંચી પાર્ટીઓ કરી પરત ફરી રહ્યા હતા, પરંતુ તેઓને એ ખ્યાલ નહતો કે, વલસાડ પોલીસ તેમના કરતા એક પગલું આગળ છે. એટલે કે 30 ડિસેમ્બરના રોજ જ પોલીસે ચેકીંગ હાથ ધરી લેતા 100 લોકોને ઝડપી (Valsad Police Action against Drunkard) પાડ્યા હતા.

આ પણ વાંચોદારૂની મજા બની સજા, વાપી પોલીસે એટલા દારૂડિયા પકડ્યા કે તેમને રાખવા મંડપ બાંધવો પડ્યો

પકડાયેલા લોકોને રાખવા માટે હોલ ભાડે રખાયોપારડી પોલીસે (Pardi Police Action) દારૂનો નશો કરીને આવતા 100થી વધુ લોકોને ઝડપી (Valsad Police Action against Drunkard) પાડ્યા બાદ આ તમામ લોકોને રાખવા માટે લોકો રાખવા માટે લગ્નપ્રસંગોમાં આયોજિત થતો મોટો હોલ ભાડે રાખ્યો હતો. આ હોલમાં આ તમામ લોકોને રાખવામાં આવ્યા છે, જ્યાં આગળ અગાઉથી જ મેડિકલ ટીમ પણ કરવામાં આવી છે. તેમના દ્વારા પકડાયેલા લોકોનું કોઈ ટેસ્ટ પણ કરવામાં આવશે જે બાદ કાયદેસરની કાર્યવાહી કરાશે.

ABOUT THE AUTHOR

...view details